Nawanagar Time
ગુજરાત જામનગર

શરૂ સેકશન સેવાસદન ખાતે આવકનું પ્રમાણપત્ર મેળવવામાં અરજદારોને હાલાકી

invite-applicants-to-get-income-certificate-at-the-beginning-section-service-center

સવારે 9 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેતા અરજદારોનો  વાગ્યે પ્રમાણપત્ર ઇસ્યુ થાય છે: અરજદારોની લાંબી કતારો સેવાસદનમાં લાગી

જામનગર:-પ્રતિવર્ષ સરકાર દ્વારા આપવામાં આવતાં પ્રમાણપત્રો મેળવવા સરકારી કચેરીઓમાં ભારે ભીડના દ્રશ્યો માર્ચ મહિનાની શરૂઆતથી જ લોકોને વિવિધ જગ્યાએ આવકનું પ્રમાણપત્ર આપવાનું હોય, સીમીત આવક ધરાવનાર વર્ગ અને બક્ષીપંચ, એસસી, એસટી સહિતની જ્ઞાતિઓનું આવકનું  જરૂરી હોય, જામનગરમાં શરૂસેકશન સેવાસદન ખાતે ગઇકાલે સવારથી અરજદારો આવકનું પ્રમાણપત્ર મેળવવા પહોંચ્યા હતાં. જેને બપોરે  4 વાગ્યે આ પ્રમાણપત્રમાં વારો આવ્યો હતો.

અરજદારોએ કહ્યું હતું કે અમો સવારે 9 વાગ્યાથી લાઇનમાં ઉભા છીએ તમામ ડોકયુમેન્ટ પૂરા હોવા છતાં લાઇનના લાગ્યા છે. વારો આવતો નથી. અમારે પણ ધંધા, વ્યવસાય  સમય, ખર્ચા અહીં આવીએ છીએ આખા દિવસનું રોજ જાય છે. અમો રોજનું કરી રોજનું ખાઇ છીએ.

છેલ્લા ઘણા વર્ષોથી આવી પરિસ્થિતી જોવા મળે છે સેવા સદન ખાતે હાલમાં બે જ જગ્યાએ આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે જેમાં વધુ કોમ્પ્યુટર ઓપરેટર મૂકવાની આવશ્યકતા છે. જેના વિશે કલાર્ક, ઓપરેટરો જણાવે  કે મંજૂરીના અભાવે નિયમિત અહીં આવતા અરજદારોને લાઇનમાં ઊભા રહેવું પડે છે. ઘણી વખત તો લાઇનમાં ઉભેલા અરજદારો ઉગ્ર બોલાચાલી પણ કરે છે.

ગઇકાલે સવારથી જ શરૂસેકશન સેવાસદન ખાતે આવકનું અને નોનક્રિમીલીયર પ્રમાણપત્ર મેળવવા અરજદારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો, બહાર સુધી છેક લાંબી કતારો જોવા મળી હતી પુરૂષો,  કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યાં બાદ ઓનલાઇન કામગીરી થતી હોય અરજદારોએ પણ ભારે દેકારો બોલાવ્યો હતો.

Related posts

જામનગરના નવ વિસ્તાર ક્ધટેન્ટમેન્ટ ઝોનમાં હોવાથી છૂટછાટ નહીં

Nawanagar Time

જામનગર પોલીસની હોમ ક્વોરેંટાઇન લોકો પર ચાંપતી નજર

Nawanagar Time

ચૂર ગામનું કૌભાંડ ફરી ધૂણ્યું: તત્કાલિન ઉપસરપંચની ધરપકડ

Nawanagar Time

Leave a Comment