Nawanagar Time
સ્પોર્ટસ

આજથી ક્રિકેટના ચાહકો માટે આઇપીએલનો આરંભ થશે

ipl-starts-today

નવીદિલ્હી:-વિશ્વ ક્રિકેટના સિનિયર તથા યુવા સ્ટાર્સ આઈપીએલ ટી-20ની 12મી સિઝન માટે તૈયાર થઇ ચૂક્યા છે પરંતુ તેમના ટાર્ગેટ ઇંગ્લેન્ડ ખાતે  આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ માટે પોતપોતાના દેશની ટીમમાં સ્થાન મેળવવાનો રહેશે. આઈપીએલ 2019ની સિઝન કંઇક અંશે વિશેષ રહેશે કારણ કે 12મી મેએ યાજાનારી ફાઇનલના અઢી સપ્તાહ બાદ વન-ડે વર્લ્ડ કપનો પ્રારંભ થઇ જશે.

પ્રત્યેક ભારતીય સમર્થક આઈપીએલનું પરિણામ કશું પણ હોય પરંતુ તેઓ વર્લ્ડ કપ ભારત જ જીતે તેવી  રાખી રહ્યા છે. ઝડપી બોલર જસપ્રીત બુમરાહના યોર્કર સામે મહેન્દ્રસિંહ

ધોનીની રણનીતિ, કુલદીપ યાદવના ગુગલીને ખારવા કોહલીના ગેમપ્લાન અને હાલમાં જ પ્રતિબંધ પૂરો કરીને ક્રિકેટમાં પરત ફરેલો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર સ્ટિવ સ્મિથ પોતાનું ફૂટવર્ક દેખાડવા માટે આતુર રહેશે. પ્રત્યેક સિઝનની જેમ આ વખતે પણ કોઇ નવો સ્ટાર સપાટી પર આવશે  પર ક્રિકેટના નિષ્ણાતો બે મહિના સુધી ચર્ચાઓ કરશે. 2011 તથા 2015નો વર્લ્ડ કપ આઈપીએલ પહેલાં રમાયો હતો અને પ્રથમ વખત આઇસીસીની આ મેજર ટૂર્નામેન્ટ આઈપીએલ બાદ રમાશે.

Related posts

વેસ્ટ ઈન્ડિઝ ટુરમાં એમ.એસ. ધોનીને આરામ આપવામાં આવે એવી શક્યતાઓ

Nawanagar Time

કોચ ટોમ મૂડી  ચોધાર આંસુએ રડી પડ્યા

Nawanagar Time

તાજાવાલા ટ્રોફીમાં જામનગરનો ભવ્ય વિજય

Nawanagar Time

Leave a Comment