Nawanagar Time
ગુજરાત જામનગર

મહાનગરપાલિકામાં પ્રવેશદ્વારે લોખંડી જાપ્તો : પ્રજા માટે અઢી ફૂટની ‘કેડી’

irony-custody-at-the-entrance-to-the-municipalityfor-the-people-the-kadi

દૈનિક 5000 કર્મચારીઓ-જનતા માટે માત્ર અઢી ફૂટ જેટલો જ દરવાજો : કમિશ્નર પદાધિકારીઓ માટે અલાયદા દરવાજા

જામનગર:-જામનગર મહાપાલિકાના વહીવટી  પ્રજા અને કોર્પોરેશનના કર્મચારીઓને અવર જવર માટે મુખ્ય પ્રવેશદ્વારોને લોખંડી સુરક્ષા હેઠળ બંધ કરી દઇ માત્રને માત્ર અઢી ફુટનો સાંકડો રસ્તો ખુલ્લો રાખવામાં આવતા અહીં આવા ગમન કરતા સેંકડો લોકો મુશ્કેલીનો ભોગ બની રહયા છે. હકીકતે તો ઇમારત બની ત્યારે ત્રણ ત્રણ પુરા કદના દરવાજા રાખવામાં આવ્યા હતા. હવે  માટે માત્ર એક જ અત્યંત સંકડાસ વાળો રસ્તો ખુલ્લો રાખ્યો છે, જેને કારણે કોઈ દુર્ઘટના સમયે બહાર નીકળવું ખુબ જ જોખમી સાબિત થાય એમ છે.

જામનગર મહાપાલિકાના વહીવટી ભવનમાં આવવા જવાના આમ તો ત્રણ માર્ગો છે, એમાંથી એક કમિશનર સાહેબ માટે અને બીજો દરવાજો  મેયર-ડેપ્યુટી મેયર માટે અનામત રખાયો  જામનગરની કરદાતા પ્રજા અને  અંદાજે કોર્પોરેશનના 2000 જેટલા સ્ટાફ માટે માત્ર એક જ રસ્તો છે, અને એ પણ બે વર્ષથી માત્ર દોઢ-પોણા બે ફૂટ જ ખુલ્લો રાખવામાં આવ્યો છે. ક્યારેક દુર્ઘટના સમયે આ માર્ગમાંથી નીકળવું ભારે થઇ શકે છે.

irony-custody-at-the-entrance-to-the-municipalityfor-the-people-the-kadi
irony-custody-at-the-entrance-to-the-municipalityfor-the-people-the-kadi

વહીવટી ભવનના આ ખુલ્લા જ રસ્તામાં એક દિવસમાં 5000 હાજર  અવર જવર કરે છે. આ દરવાજાથી એક વ્યક્તિ આવે ત્યારે બીજી વ્યક્તિ માટે ફરજીયાત રોકાવું જવું પડે છે. જેનાથી અહીં આવતા જતા લોકોને પારાવાર મુશ્કેલી પડે છે. બાંધકામ અને રસ્તા માટેના તમામ નિયમો કોર્પોરેશન તૈયાર કરે છે, કોર્પોરેશન આંગણે જ આવી અંધાધુંધી ચાલે છે, આ બાબતે તત્કાલીન કમિશનર આર  બારડને ધ્યાને લીધા પછી આ બાબત ધ્યાનમાં લેવાશે, એવું આશ્વાસન અપાયું હતું, ત્રણ વર્ષમાં બારડ સાહેબ આ સાંકળો રસ્તો ખોલાવી ના શક્યા.! કમિશનર અને મેયરને જવાના રસ્તો તો સાવ જ બ્લોક કરી દેવાયા છે, વિપક્ષની અને નાગરિકોની ઉગ્ર રજૂઆત તંત્ર સુધી ના પહોંચે એટલા માટે એક માત્ર ખુલ્લા રસ્તામાં  લોખન્ડની જાળી ફિટ કરીને બંધ કરી દેવાઈ છે, એટલે અવર જવરના માર્ગ માત્ર પોણા બે ફૂટનો કરી દેવાયો છે. આ મુદ્દો જનરલ બોર્ડમાં પણ ચર્ચાયો હતો. તો પણ હજુ સુધી નિવેડો નથી આવ્યો.

irony-custody-at-the-entrance-to-the-municipalityfor-the-people-the-kadi
irony-custody-at-the-entrance-to-the-municipalityfor-the-people-the-kadi

 

irony-custody-at-the-entrance-to-the-municipalityfor-the-people-the-kadi
irony-custody-at-the-entrance-to-the-municipalityfor-the-people-the-kadi

 

Related posts

સૈનિક સ્કૂલ બાલાચડીના 5ાંચ વિદ્યાર્થીઓ સેનાના અધિકારી બન્યા

Nawanagar Time

મકાન ધરાશાઈ થતા બે વ્યક્તિના મોત, રેસ્ક્યુ માટે રાજકોટ-રિલાયન્સ ફાયરની ટીમ મંગાવી

Nawanagar Time

જામનગરમાંથી કાળિયાર હરણની શિકારી ટોળકી ઝડપાઈ

Nawanagar Time

Leave a Comment