Nawanagar Time
એન્ટરટેઇનમેન્ટ

શું લગ્નના 38 વર્ષ બાદ રિશી કપૂર અને નીતૂ વચ્ચે પડી ‘તિરાડ’?

is-38-years-after-the-marriage-of-rishi-kapoor-and-neetu-fall-cracked
હાલમાં જ એક્ટ્રેસ નીતૂ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાની અને પતિ રિશી કપૂરનો એક ફોટો શેર કર્યો હતો. ફોટોમાં નીતૂ જણાવવાનો પ્રયત્ન કરી રહી છે કે લગ્નના 38 વર્ષ બાદ શુ થાય છે. હાલત જણાવતા નીતૂએ એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટોમાં નીતૂ કપૂર અને રિશી કપૂર એક રેસ્ટોરન્ટમાં બેઠેલા દેખાઇ રહ્યા છે. જ્યાં રિશી કપૂર પોતાના ફોનમાં વ્યસ્થ દેખાયા હતા.
ત્યાંજ બીજી તરફ નીતૂ કપૂર પોતાની અને બેકગ્રાઉન્ડમાં પતિ રિશી કપૂરને કવર કરતા સેલ્ફી લેતી દેખાઇ હતી. આ ફોટામાં સોશિયલ મીડિયા પર શેર કરતા નીતૂ કપૂરે તેને કૈપ્શન આપ્યુ. કૈપ્શનમાં નીતૂએ લખ્યુ,’લંચ ડેટ લગ્નના 38 વર્ષ બાદ આ હોય છે. હસબંડ ફોન પર અને હુ સેલ્ફી લેતી.’ એવામાં ફેન્સે નીતૂના આ ફોટા પર કોમેંટ કરવાનુ શરુ કરી દીધુ. નીતૂના ફેન્સે લખ્યુ, ‘ આ ફોટાને જોઇને રિશી કપૂરનુ ગીત યાદ આવી રહ્યુ છે તેરે ચહેરે સે નજર નહી હટતી નજારે હમ ક્યા દેખે..’
 ત્યા એક યૂઝર લખે છે, ‘મેડમ બધા હસબન્ડ એક જેવા જ હોય છે, બધી એક જેવી જ કહાની છે.’ એક યૂઝરે લખ્યુ તમામ રેસ્ટોરન્ટમાં આ ઘણી જગ્યાઓ પર જોવા મળે છે ન ફક્ત 38 ક્રોસ પરંતુ 4 વર્ષ બાદ પણ લોકો એકબીજા સાથે આમ જ જોવા મળે છે.’ તેના પહેલા નીતૂ કપૂરે પોતાના પરિવાર સહિત એક ફોટો ફેન્સની સાથે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. ફોટામાં આલિયા ભટ્ટ પણ જોવા મળી હતી. તેના સિવાય પરિવારમાં સાથે બેઠેલા લોકોમાં રિધ્ધિમા, તેની દિકરી, રણબીર, આલિયા, રીશિ કપૂર બધા દેખાયા હતા.

Related posts

ઓહ..! ન્યુ યર પાર્ટીમાં એક કલાકના પર્ફોમન્સ માટે ઉવર્શી લેશે 3 કરોડ?!

Nawanagar Time

‘ફોન બુથ’માં કેટરિના, ઇશાન અને સિદ્ધાંતનો ટ્રાયએંગલ

Nawanagar Time

હવે પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ

Nawanagar Time

Leave a Comment