Nawanagar Time
ગુજરાત જામનગર

ઘરમાં બેસી દારૂ પીવો ગુન્હો ગણાય? હાઇકોર્ટમાં રિટ

is-it-a-crime-to-sit-at-home-and-drink-alcohol-rite-in-the-high-court

રાઈટ ટુ પ્રાઇવસીને લઈ ગુજરાત હાઇકોર્ટમાં રીટ બાદ સરકારને નોટિસ

જામનગર:-ગુજરાતમાં દારૂબંધી છે, આથી અહીં દારૂ રાખવો કે પીવો ગુનો બને છે, આ નિયમનું ઉલ્લંઘન  પર જેલની સજા થઇ શકે છે, જો કે લાયસન્સ ધરાવતા લોકો દારૂ પી શકે છે. પરંતુ હવે ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે, આ પિટિશનમાં પુછવામાં આવ્યું કે ઘરમાં બેસી દારુ પીવો એ રાઇટ ટુ પ્રાઇવસીનો ભંગ ગણાય કે કેમ? ગુજરાત હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે,  પિટિશન અરજી કરનારે દારુબંધીના કાયદાને રાઇટ ટુ પ્રાઇવસી હેઠળ પડકાર્યો છે. હાઇકોર્ટમાં દાખલ પીઆઇએલમાં અરજકર્તાએ પુછ્યું કે શું ઘરમા બેસીને દારૂ પીવો એ રાઇટ ટુ પ્રાઇવેસીનો ભંગ ગણાય કે કેમ. હાઇકોર્ટમાં પડકારવામાં આવેલી આ પીઆઇએલ મામલે હાઇકોર્ટમાં રાજ્ય સરકાર અને એડવોકેટ જનરલને નોટિસ પાઠવી છે અને સમગ્ર મામલે ખુલાસો  છે. આ મામલે આગામી દિવસોમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

Related posts

બીએપીએસ દ્વારા જામનગરમાં યોજાયો બાળ આનંદ મેળો

Nawanagar Time

જામનગરના બેડ ગામે હથોડાના ઘા ઝીંકી પત્નીની હત્યાનો પ્રયાસ કરતો પતિ: પત્નીની હાલત નાજુક

Nawanagar Time

જામનગરમાં સ્વાઇન ફલુથી વધુ એકનું મોત: બે શંકાસ્પદ દાખલ

Nawanagar Time

Leave a Comment