Nawanagar Time
નેશનલ

ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને માસિક પેન્શન આપવાનો મુદ્દો સામેલ થશે

issue-of-monthly-pension-to-farmers-in-bjp-manifesto-will-be-included

ભાજપે ચૂંટણી ઢંઢેરાની તૈયારી શરૂ કરી: લોકો પાસે સૂચનો માગ્યા

નવી દિલ્હી:-લોકસભા ચૂંટણીની જાહેરાતની સાથે જ ભાજપા પોતાના ચુંટણી ઢંઢેરાને આખરી ઓપ આપવામાં લાગી ગઇ છે. પક્ષ પહેલીવાર દેશના લોકો પાસેથી તેમના સૂચનો માગી  છે, જે ચૂંટણી ઢંઢેરામાં શામેલ કરવામાં આવશે. આ ઉદ્દેશ્યથી ઢંઢેરો તૈયાર કરનારી કમિટિના અધ્યક્ષ રાજનાથસિંહના નિવાસ સ્થાને એક મીટીંગ થઇ હતી. જેમાં કમિટિના બધા સભ્યોએ ભાગ લીધો હતો. સમિતિ અધ્યક્ષ કૃષિ મંત્રી રાધામોહનસિંહે દેશભરના ખેડૂત પ્રતિનિધિઓ તરફથી આવેલા સૂચનો રજૂ કર્યા હતા.

ભાજપાના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોને માસિક પેન્શન આપવાની  શામેલ કરી શકાય છે. આ માગણી ખેડૂત પ્રતિનિધિઓ તરફથી રજૂ કરાઇ હતી. કૃષિ પ્રધાન રાધામોહનસિંહે ગયા અઠવાડીયે જ પોતાના સહયોગી પ્રધાનો સાથે મળીને દેશભરના ખેડૂતો પાસેથી મળેલા સૂચનોનું સંકલન કર્યું હતું. સિંહે પોતે ઉતરભારતના સાત રાજ્યોના ખેડૂત પ્રતિનિધિઓને મળીને તેમના સૂચનો લીધા હતા.

આ સૂચનોમાં પીપીએફ જેવી જોગવાઇ માટે  મંત્રાલયમાં એક કિશાન પ્રોવીડન્ટ ફંડની સ્થાપના કરવાનો પ્રસ્તાવ પણ શામેલ હતો. જેમાં ખેડૂતોની સાથે સરકાર પણ પોતાનું યોગદાન આપે. ખેડૂતોના સૂચનો ભેગા કરી તેનું સંકલન કરી ચૂંટણી ઢંઢેરામાં શામેલ કરવા માટે મધ્યપ્રદેશના નેતા શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં એક ઉપસમિતિની રચના પણ કરવામાં આવી છે.

Related posts

ભાજપે શાહિનબાગની તુલના આઈએસ સાથે કરતાં ચકચાર

Nawanagar Time

છ મહિનામાં બાળકો પર કુકર્મના કુલ 24000 કેસ

Nawanagar Time

મધ્યપ્રદેશમાં ખેડૂતે હાઈવેના ડિવાઈડર પર સોયાબીનનો પાક વાવ્યો

Nawanagar Time

Leave a Comment