Nawanagar Time
બ્યુટી ટીપ્સ

કસૂરી મેથીનું સેવન કરવું એ મહિલાઓ માટે વરદાનરૂપ થઈ શકે છે, જાણો કઈ રીતે…

it-can-be-a-boon-for-women-know-how

આપણા રસોડામાં ઘણી બઘી એવી વસ્તુઓ હોય છે. જે ફક્ત ખાવાનો સ્વાદ નથી વધારતુ પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ રામબાણ ઇલાજ હોય છે. તેમાની એક કસૂરી મેથી છે. તમે રસોઈ બનાવતી વખતે તેનો ગણી વખત ઉપયોગ કર્યો હશે, પરંતુ તમે આ વાતથી અજાણ હશો કે મેથી આપણા સ્વાસ્થ્ય માટે કેટલી ફાયદાકારક હોય છે.

  • પેટના ઈન્ફેક્શનથી બચાવે છે

કસૂરી મેથી આપણને પેટ સંબંધી બીમારીઓ સામે કવચ પ્રદાન કરે છે. તેથી તેને તમારા ખોરાકના એક ભાગમાં જરૂર બનાવો. પેટની સાથે તે હાર્ટ, ગેસ્ટ્રીક અને આંતરડાની સમસ્યાઓમાં આરામ અપાવવામાં મદદ કરે છે.

  • લોહીની ઉણપ

ઘણીવાર મહિલાઓમાં એનિમિયાની ખામી જોવા મળે છે. જેને તમે તમારી ડાયટમાં થોડો ફેરફાર કરીને ઠીક કરી શકો છો. આ પરેશાનીથી આરામ મેળવવા માટે તમારા ડાયટમાં મેથીને શામેલ કરી લો. તેનાથી તમારા શરીરમાં થઈ રહેલી લોહીની ઉણપ દૂર થઇ જશે.

  • બ્રેસ્ટફીડ કરાવનારી મહિલાઓ માટે

જે મહિલાઓ બ્રેસ્ટફીડ કરાવે છે. તેમના માટે પણ કસૂરી મેથી ખુબ ફાયદાકારક હોય છે. કસૂરી મેથીમાં કંપાઉન્ડ રહેલા હોય છે. જે સ્તનપાન કરાવનારી મહિલાઓને બ્રેસ્ટ મિલ્ક વધારવામાં મદદ કરે છે.

  • હોર્મોન્સ ચેન્જને કંટ્રોલ

હોર્મોન્સ અસંતુલનથી આપણા શરીરમાં ઘણા પ્રકારની સમસ્યાઓ પેદા થાય છે, જેનાથી કસૂરી મેથી બચાવવમાં મદદ કરે છે. આ માટે આજથી જ હોર્મોન્સ અસંતુલનને કંટ્રોલ કરવા માટે તમારી ડાયટમાં કસૂરી મેથીને શામેલ કરો.

  • શુગરથી બચાવે છે

મેથી આપણને ડાયાબિટીસ જેવી સમસ્યાઓમાંથી બચાવે છે. એના માટે બસ તમારે એક નાની ચમચી મેથીને રોજ સવારે એક ગ્લાસ પાણીની સાથે તમારી ડાયટમાં શામેલ કરો. આવું કરવાથી તમને શુગરમાં રાહત મળે છે. શોધકર્તાઓનું માનવું છે કે કસૂરી મેથી ટાઈપ-2 ડાયાબિટીસમાં બ્લડ શુગરના સ્તરને ઓછુ કરે છે.

Related posts

સૌંદર્ય પ્રસાધનની ચીજો અને આપનું રસોડું!

Nawanagar Time

સૌંદર્યવાન દેખાવા માટે પરૂષો લઈ રહ્યાં છે જહેમત અને મહેનત

Nawanagar Time

ગર્લ્સ સ્પેશિયલ : શું મહેંદીનો રંગ નથી આવતો ?? તો આ રહ્યું સમાધાન…

Nawanagar Time

Leave a Comment