Nawanagar Time
નેશનલ

લોકોના કોમ્પુટરની જાસૂસી કરવી યોગ્ય છે ? મોદી સરકારનો નિર્ણય યોગ્ય ?

india computer hacking agencies

કેન્દ્રીય ગૃહમંત્રાલયે 10 કેન્દ્રીય તપાસ એજન્સીઓને દેશમાં ચાલી રહેલા કોઇ પણ કોમ્પ્યુટરનુ હેકિંગ કરીને તેની માહિતી તપાસવાનો અધિકાર આપ્યો

હવેથી તમારા કમ્પ્યુટર ડેટાની તપાસ માટે સરકારી એજંસીઓ ગમે ત્યારે તમારા દરવાજે આવી પહોંચી શકે છે. કેન્દ્રની મોદી સરકાર કંઈક આવો જ નિયમ લાવવા જઈ રહી છે. 20 ડિસેમ્બર, 2018એ ગૃહ મંત્રાલય તરફથી આપવામાં આવેલા આદેશમાં કેટલીક એજંસીઓને આ અધિકાર આપવાની વાત કરવામાં આવી છે.

આ સરકારી એજંસીઓને ઈંટરસેપ્શન, મોનિટરિંગ અને ડિક્રિપ્શનની મદદથી કોઈ પણ કોમ્પ્યુટરના ડેટાને તપાસી શકશે.

આ મામલે મોદી સરકાર પર આકરા પ્રહાર કરતા કોંગ્રેસે તેને વ્યક્તિની અંગત જીંદગી પર વાર ગણાવ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ મોદી સરકારના નારાની માફક જ ટ્વિટ કર્યું કે – અબ કી બાર, સ્વતંત્રતા પર વાર. સુરજેવાલાએ વધુ એક ટ્વિટ કર્યું કે – ચૂંટણી હાર્ય્યા બાદ મોદી સરકાર હવે તમારા કોમ્પ્યુટરની જાસૂસી કરવા જઈ રહી છે. આ નિંદનીય પ્રવૃત્તિ છે.

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલી પણ તીખી ટિપ્પણી કરતા ટ્વિટ કર્યું હતું કે, ‘મે 2014થી જ ભારત અઘોષિત ઈમરજંસીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મોદી સરકારે તમામ હદો જ વટાવી દીધી છે. હવે નાગરિકોના કોમ્પ્યુટરનો પણ કંટ્રોલ માંગવામાં આવે છે. શું દુનિયાની સૌથી મોટી લોકસાહીમાં મૂળભૂત અધિકારોના આ પ્રકારના હનનને સ્વિકારી શકાય?

AIMIM ના નેતા અને સાંસદ અસદુદ્દીન ઓવૈશીએ આ આદેશની કોપી દર્શાવતા ટ્વિટ કર્યું કે – મોદી સરકારના એક આદેશ દ્વારા રાષ્ટ્રીય એજંસીઓએ આપણા કોમ્યુનિકેશનની જાસૂસી કરવાનો આદેશ આપ્યો છે. કોણ જાણતું હતું કે ઘર ઘર મોદીના નારાનો અર્થ શું હતો.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેજરનીએ આ આદેશને ખતરનાક ગણાવતા લોકોનો અભિપ્રાય માંગ્યો છે. તો કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલનું કહેવું છે કે, એજંસીઓનો દુરૂપયોગ કરવામાં આવી શકે છે.

કેન્દ્ર સરકારનાં આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસલમીનીના અધ્યક્ષ અસુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે માત્ર એક સામાન્યથી સરકારી આદેશ દ્વારા દેશમાં તમામ કમ્પ્યુટરની જાસુસીનાં આદેશ આપ્યા છે. ઓવૈસીએ કહ્યું કે, શું કેન્દ્ર સરકાર આ નિર્ણયથી ઘર-ઘર મોદીનું પોતાનું વચન નિભાવી રહ્યા છે. આ સાથે જ ઓવૈસીએ કહ્યું કે, 1984માં તમારૂ સ્વાગત છે.


આ એજંસીઓ તમારા કોમ્પ્યૂટરના ડેટાની ગમે ત્યારે તપાસ કરી શકે છે

  1. ઈન્ટેલિજંસ બ્યૂરો
  2. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો
  3. ઈડી
  4. સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (SEBI)
  5. ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજંસ (DRI)
  6. CBI
  7. NIA
  8. કેબિનેટ સચિવાલય (રૉ)
  9. ડાયરેક્ટર ઑફ સિગ્નલ ઈંટેલિજેંસ
  10. દિલ્હી પોલીસ કમિશ્નર

Related posts

પેટ્રોલ-ડીઝલના ભાવ ફરી ભડકે બળવાની શક્યતા

Nawanagar Time

એલિસ પેરી બની મહિલા ક્રિકેટર ઓફ ધ યર

Nawanagar Time

સુષમા સ્વરાજનું નિધનઃ દેશભરમાં શોકનું મોજુ

Nawanagar Time

Leave a Comment