Nawanagar Time
ગુજરાત દ્વારકા

‘જય રણછોડ, માખણ ચોર..’ દ્વારકામાં ભકતોનું ઘોડાપૂર

jai-ranchhod-butter-thief-dwarakas-bhakta-dhodapur

ફાગણી પૂનમના અવસરે ફૂલડોલ ઉત્સવમાં રંગોની છોળો ઉડી

દ્વારકા:-સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકામાં ફાગણી પુનમની મંગળા આરતીના દર્શન કરવા લાખોની સંખ્યામાં દર્શનાર્થઓ ઉમટી પડ્યા છે. આજના દિવસે  જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા તમામ  પૂર્ણ કરી હતી.

સુપ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકા ખાતે ફાગણી પુનમની ધામધુમ પુર્વક ઉજવણી શરૂ થઇ ગઇ છે. વર્ષોથી ફાગણી પુનમે યાત્રાધામ દ્વારકા ફુલડોત્સવમાં ભાગ લેવા પગપાળા આવતા ભક્તો વહેલી સવારની મંગળા આરતી કરવાનો આગ્રહ રાખતા હોય છે. ત્યારે આજના દિવસની મંગળા આરતીના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો જગત મંદિરમાં  પડ્યા હતા.

જગત મંદિરમાં આજે સવારે 6 વાગ્યે મંગળા આરતી શરૂ થઇ હતી. જે દરમ્યાન મંદિરના દરવાજા ખુલતાની સાથે હજ્જારો ભક્તોના ટોળે ટોળા મંદિરમાં દર્શન કરવા રીતસરની ધક્કા મુકકી કરી મુકી હતી. મંગળા આરતી સમયે મંદિરના ગુમ્મટમાં ભક્તોએ રંગોની છોળ ઉડાડી હતી.

લાખ્ખોની સંખ્યામાં આવેલ ભાવિક ભક્તોને મંદિર પ્રસાસન  હોળીની શુભકામના પાઠવવામાં આવી હતી. છેલ્લા પંદર દિવસથી પગપાળા યાત્રા કરી રહેલા આ ભાવિક ભક્તો આજે મંગળા આરતીના દર્શન કર્યા બાદ ઘર તરફ પરત ફરશે.

Related posts

ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી 15 પેસેન્જર બોટ પંદર દિવસ માટે સસ્પેન્ડ

Nawanagar Time

હવે રુપાણી સરકાર ભાડાનું હેલિકોપ્ટર રાખીને હવાઈ પ્રવાસ કરશે

Nawanagar Time

ઓખા પાલિકાના તત્કાલિન મહિલા પ્રમુખ સામે એટ્રોસિટી

Nawanagar Time

Leave a Comment