Nawanagar Time
ગુજરાત જામનગર

જામખંભાળિયામાં ‘મૈયા યશોદા’ ડીડીઓની સેવામાં !

jam-khambhadiya-maia-yashoda-in-the-service-of-ddo

આંગણવાડી કેન્દ્રોની રેઢાપડ મુકાવી કોન્ટ્રાકટર હેલ્પર સંચાલિકાઓને બાબુઓની સેવામાં મોકલતા હોવાનો ધડાકો

જામનગર: નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બાલ આંગણવાડી  મધ્યાહનભોજન યોજનાના કેન્દ્રોમાં લોલમલોલ ચાલી રહી છે ત્યારે જામખંભાળિયામાં આંગણવાડી કેન્દ્રોને રેઢા મુકાવી કોન્ટ્રાકટર દ્વારા મૈયા યશોદા એટલે કે આંગણવાડી કેન્દ્રોના સંચાલીકા અને મદદનીશને બાબુઓની સેવામાં મોકલવામાં આવતી હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

જાણવા મળતી વિગતો મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વડામથક એવા ખંભાળિયામાં હાલ સરકારી કચેરીઓ બિરાજમાન છે  અહિં ફરજ બજાવતા બાબુઓ હજુ પણ અંગ્રેજના જમાના જેવો વર્તાવ કરી રહ્યા છે. ખંભાળિયામાં આવેલ જુદી-જુદી આંગણવાડી કેન્દ્રોમાં ખામીઓ ત્રુટીઓ વચ્ચે અહિં બાબુશાહી અને કોન્ટ્રાકટરશાહી વચ્ચે મહિલા કર્મચારીઓનું રીતસર શોષણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ જેમને યશોદા મૈયાની ઉપમા આપી છે તેવા આંગણવાડી સંચાલક અને હેલ્પરોને બાળકોની સાર-સંભાળ  જવાબદારી હોવા છતાં આ જવાબદારી નિભાવવા દેવાને બદલે તેઓ પાસે અન્ય કામ એટલે કે ઘરઘાટી જેવું કામ કરાવવામાં આવી રહ્યું છે.

ગંદકીની વચ્ચે ખદબદતા આંગણવાડી કેન્દ્રો

ખંભાળિયાના લુહાર શાળ વિસ્તારમાં આવેલા કેન્દ્ર નં. 13 અને 7 માં આવેલા ભયંકર ગંદકી ફેલાયેલી છે અહિં સ્થાનીક લોકો કચરો ફેંકતા હોય આંગણવાડી કેન્દ્ર સંચાલકો દ્વારા અનેક પ્રયત્ન કર્યા હોવા છતાં તંત્ર દ્વારા કોઇ જ  પગલાં ન લેવાતાં બાળકોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે.

જામખંભાળિયાના કેન્દ્ર નં. 13ના કર્મચારી છેલ્લા ઘણાં સમયથી બાળકોને ભણાવવા- ગણાવવાને બદલે જિલ્લા વિકાસ અધિકારીના ઘરની રસોઇનું કામ કરી રહ્યા છે આ અંગે કેન્દ્રના સંચાલક ખુદ કબુલી રહ્યા  કે, કેન્દ્ર નં. 13ના કર્મચારી જયોત્સનાબેનને કોન્ટ્રાકટરના કહેવાથી ડીડીઓ સાહેબના ઘેરે રસોઇ બનાવવા મોકલવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, છેવાડાના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મધ્યાહન ભોજન યોજના હોય કે આંગણવાડી હોય તમામ જગ્યાએ આવી લાલીયાવાડી ચાલી રહી છે અને કેન્દ્ર નં. 7 અને 13માં તો બાળકોને નાસ્તો કે ભોજન પણ  ન આવતુ હોવાનું ખુદ આંગણવાડીના કર્મચારીઓ જણાવી રહ્યા છે.

આંગણવાડીમાં ભુલકાંઓને બદલે ખૂંટિયા

જામખંભાળિયાના કેટલાક આંગણવાડી કેન્દ્રોમાં તો રસ્તે રઝળતા ઢોરનો એટલો બધો ત્રાસ છે કે, અહિં વાલીઓ પોતાના બાળકોને મોકલતા નથી કારણ કે, અહિં મારકણા ખુટીંયાઓએ અડ્ડો જમાવ્યો હોય બાળકોને આવવુ-જવું મુશ્કેલ બન્યું છે.

Related posts

અંધારી રાત્રિમાં પ્રસુતાની સફળ ડિલિવરી કરાવતી 108ની ટીમ

Nawanagar Time

જામનગર જિલ્લા ભાજપ પ્રમુખ કોણ? ટૂંક સમયમાં જાહેરાત

Nawanagar Time

જામનગરમાં એક, જામજોધપુર પંથકમાં ત્રણ ઈંચ

Nawanagar Time

Leave a Comment