Nawanagar Time
ગુજરાત જામનગર

જામજોધપુર નગરપાલિકાનું જનરલ બોર્ડ ફરી ધણધણ્યું: વિપક્ષોનો વોક આઉટ

jamjodhpur-municipal-general-board-reopens-opposition-walk-out

જામજોધપુર:-જામજોધપુર નગર પાલિકાનું ગત જનરલ બોર્ડ  આક્ષેપ સાથે ફરી ગઇકાલે મળતા જે ફરી આક્ષેપોના મારા સાથે ધણધણતાં વિપક્ષોએ વોકઆઉટ કરેલ હતું. જેમાં ગત વખતે થયેલ ઠરાવો તેમજ કામોને અપાયેલ બહાલીઓના પ્રશ્ર્ને એજન્ડા સાથે ન મળતા વિપક્ષપદે રહેલ તમામ કોંગ્રેસ સદસ્યોએ વોકઆઉટ કરેલ હતું. તેમજ આક્ષેપો કરેલ હતા કે રાજયમાં નંબર મેળવવા મુખ્ય વિસ્તારોમાં જ સફાઇ  આવે છે બાકી અંદરના વિસ્તારોમાં કચરાના ઢગ ખડકાયા છે તેમજ મિલ્કતોની આકરણી કરવામાં પણ મનમાની કરી પ્રજા પર બોજ વધારાયો છે.  સી.સી. રોડમાં લોખંડ નાખવાનું ટેન્ડરમાં હોવા છતાં નાંખવામાં આવેલ નથી. જે કોના ફાયદા માટે?

jamjodhpur-municipal-general-board-reopens-opposition-walk-out
jamjodhpur-municipal-general-board-reopens-opposition-walk-out

ચીફ ઓફીસરની પણ આપધી બાબતે મીલીભગત હોવાનું વિપક્ષ દ્વારા આક્ષેપ કરાયો હતો. ભૂગર્ભનું કામ  સીસી રોડ જેવુ ગુણવતા વિનાનું થાય છે. પ્રજાના કામો સમયસર થતા નથી ઉદ્ધતાઇ ભર્યા જવાબો અપાય છે. ધારાસભ્ય દ્વારા ફાળવાયેલ ગ્રાન્ટોને ટલ્લે ચડાવી વહાલા દવલાની નિતી રાખી વિકાસના કામો ટલ્લે ચડાવાય છે. ગત બોર્ડમાં સફાઇ મશીન ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષોએ જણાવેલ તે અંગે ઉચ્ચકક્ષાએ પણ રજૂઆત  છે. છતાં કોઇ જાતની તપાસ કરવામાં આવતી નથી.  આમ જામજોધપુર નગરપાલિકાની સામાન્ય સભામાં વિપક્ષોએ તડાપીટ બોલાવી સભાખંડ ગજાવ્યો હતો.

 

Related posts

લાખોટા તળાવમાં પાણી ભરવાની કેનાલ બની ભૂગર્ભ ગટર

Nawanagar Time

જામનગર ગ્રામ્યમાં રાઘવજીભાઈને હંફાવશે જેન્તીભાઈ સભાયા

Nawanagar Time

જિલ્લા બેંકમાં ઉમેદવારી નોંધાવતાં રાઘવજી પટેલ

Nawanagar Time

Leave a Comment