Nawanagar Time
ગુજરાત જામનગર

ઉકેલ વગરની સમસ્યાઓમાં ઘેરાયેલું જામજોધપુર ‘નગર’. ઉકેલ કરવો નથી કે થતુ નથી એ તમે વિચારો…!

jamjodhpur-nagar-surrounded-by-problems-without-solution

ધારાસભ્યએ ઢગલાબંધ પ્રશ્ર્નો ઉઠાવ્યા પરંતુ મોટા ભાગના સરકારી રાહે પ્રત્યુતર ફાળવાયા

જામનગર:-કેલ વગરની અનેક સમસ્યાઓથી જામજોધપુર ‘નગર’ નગરપાલિકા અને સમગ્ર તાલુકો ઘેરાયેલો છે જેના અનેક પ્રશ્ર્નો ધારાસભ્યને ઉઠાવ્યા હતાં પરંતુ મોટા ભાગના સરકારી રાહે પ્રત્યુતર ફાળવાયા નથી.

નગરની ભુગર્ભ ગટર, પીવાના પાણી, ઢોર, ગંદકી, ટ્રાફીક સમસ્યા, રોડના ખાડા સહિતના પ્રશ્ર્નો અંગે એક વર્ષમાં 218 અરજીઓ સુધરાઇને મળી છે તેમ છતાં સુધરાઇનું તંત્ર ગંભીરતા લેતું નથી. અને કાગળ ઉપર પ્રશ્ર્નોના નિકાલ દર્શાવી આપે છે કેમ કે ધારાસભ્ય ચિરાગ કાલરિયાના પ્રશ્ર્નના ઉત્તરમાં ચીફ ઓફીસર વ્યાસે જણાવ્યું હતું કે મોટા ભાગનાના જાવક થયા છે. ઉકેલ થયા છે તેવી સ્પષ્ટના તેમાં નથી એટલું જ નહિં સ્થાનિક નગરપાલિકાના પ્રશ્ર્નો જે રોજબરોજના નાગરિકોની સુખાકારીને સીધા સ્પર્શે છે. તે માટે ધારાસભ્યએ છેક જિલ્લા કક્ષાની મીટીંગમાં પ્રશ્ર્નો લાવવા પડયા છે.

વીન્ડફાર્મ કંપની દ્વારા શરત ભંગ થયાનો પ્રશ્ર્ન ઉઠાવાતા મામતલદારે પ્રત્યુત્તર આપ્યો કે કોઇ શરત ભંગ થયા નથી તાલુકામાં ગીંગણીની શાળાને રમત ગમત માટેનો ભાડા પટ્ટો તા.1-9-17ના અભિપ્રાય બાદ પણ રીન્યુ થયો નથી, બોયઝ હાઇસ્કૂલનું કામ પુરૂ થતું નથી. ગુણવતા જળવાતી નથી, ખાનગી ખેતરમાં વીન્ડફાર્મ થાંભલા રોપણ બળજબરીથી કરી દીધા, સીમેન્ટ રોડના કામ નબળા ઠેર ઠેર ખાડા આંગણવાડીના નબળા કામ વગેરે પ્રશ્ર્નો ઉઠાવાયા આ સિવાયની કાયદો વ્યવસ્થા, સલામતી, ટ્રાન્સપોર્ટેશન, સરકારી સેવાઓને લગત પણ અનેક પ્રશ્ર્નોથી આ પંથક હાલાકી ભોગવી રહ્યો છે.

Related posts

સ્વચ્છતામાં શહેર થ્રી સ્ટારને લાયક છે કે કેમ? આ અંગે સૂચનો મંગાવવામાં આવ્યા

Nawanagar Time

જામનગરના એસ.ટી. ડેપો મેનેજર બે દિવસથી મંજૂરી વગર ગેરહાજર

Nawanagar Time

જમીન વહેચણી મામલે મહેસૂલ વિભાગે કર્યો સુધારા આદેશ

Nawanagar Time

Leave a Comment