Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર: શિવરાત્રી મેળા માટે 20 બસ ફાળવાઇ

jamnagar-20-buses-allotted-for-shivratri-fairs

જામનગર:- જૂનાગઢમાં કાલથી શરૂ થનારા શિવરાત્રી કુંભ મેળા માટે જામનગર એસ.ટી. વિભાગ સજજ થયું છે, અને શિવરાત્રી કુંભ મેળા માટે 20 બસ ફાળવવામાં આવી છે. આ તમામ બસ એકસ્ટ્રા હોય રૂટિન રૂટને કોઇ અસર પહોંચશે નહીં.

જૂનાગઢમાં ગિરનારની તળેટી  આવતીકાલથી શિવરાત્રી કુંભ મેળાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ભકિત, ભજન અને ભોજનના ત્રિવીધ સંગમ સાથે શિવ આરાધનામાં લીન થવાના ગિરનાર મહાશિવરાત્રી કુંભ મેળાના આયોજન અંતર્ગત તળેટી વિસ્તારમાં માહોલ જામી રહ્યો છે. હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાંથી નાગા સાધુઓ પણ ગિરી તળેટીએ આવી પોતાના નિશ્ર્વિત સ્થાને ધૂણી ધખાવી  આરાધના કરી રહ્યા છે. ત્યારે જૂનાગઢ જવા માટે મૂસાફરોને કોઇ અવગડતા ન પડે તે માટે એસ.ટી. વિભાગ પણ સજજ થઇ ગયું છે. જામનગરથી જૂનાગઢ શિવરાત્રી કુંભ મેળામાં જતા ભકતો માટે જામનગર એસટી વિભાગ દ્વારા 10 મીની અને 10 મોટી એમ 20 બસ ફાળવવામાં આવી છે. આ અંગે એસટી વિભાગના  રાઠોડે જણાવ્યું હતું કે, જૂનાગઢમાં શરૂ થનારા શિવરાત્રી કુંભ મેળામાં હાલારમાંથી જવા માટે 20 બસ ફાળવાઇ છે. જો કે તેનાથી કાયમી રૂટને કોઇ અસર પહોંચશે નહીં, મુસાફરોને કોઇ અગવડતા પડે નહીં તેની તમામ તકેદારી રાખવામાં આવી છે.

Related posts

જામનગર જિલ્લા સહકારી બેંકમાં રાજકીય ચંચૂપાત ફગાવતી ટ્રીબ્યુનલ

Nawanagar Time

બેડી વિસ્તારમાં ઉભરાતી ગટરથી લોકો ઉપર ઝળુંબતો ખતરો

Nawanagar Time

લૈયારામાં એસ.ટી. બસ ઊભી ન રહેતા ચક્કાજામ, આંદોલન કર્યું

Nawanagar Time

Leave a Comment