Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં 8 ડીગ્રી, મોસમનો સૌથી ઠંડો દિવસ

jamnagar-8-degrees-the-coldest-day-of-the-season

કાતિલ ઠંડા પવનોએ શહેરીજનોને બાનમાં લીધાં

જામનગર:-જામનગરમાં સુસવાટા મારતા કાતીલ ઠંડા પવન વચ્ચે શુક્રવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. લઘુતમ તાપમાનનો પારો આ સિઝનમાં પ્રથમ વખત 8 ડિગ્રીએ પહોંચી જતા લોકો રીતસર  ગયા હતા. દિવસ દરમિયાન ફૂંકાતા કાતીલ ઠંડા પવનથી શહેરીજનો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા રહ્યા હતાં.

જામનગરમાં છેલ્લા ત્રણેક દિવસથી હવામાનમાં પલ્ટો આવતા તેજ ગતિથી કાતીલ ઠંડા પવન ફૂકાઇ રહ્યો છે. મીની વાવાઝોડા જેવી ઝડપથી ફૂંકાતા પવનથી લોકો ઠૂંઠવાય ગયા હતાં. શહેરમાં હાડ થીજવતી ઠંડી વચ્ચે ગઇકાલે સિઝનની સૌથી વધુ ઠંડી  હતી. સિઝનમાં પ્રથમ વખત લઘુતમ તાપમાન 8 ડિગ્રીએ પહોંચી જતા જનજીવન અસ્ત-વ્યસ્ત થઇ ગયું હતું.

શહેરમાં પડી રહેલી કાતીલ ઠંડીથી જનજીવન ઉપર માઠી અસર પડી રહી છે.

રાત્રીના ફૂટપાટ અને ખુલ્લામાં સૂતા લોકોની હાલત કફોડી બની ગઇ છે તો બીજી બાજુ કાતીલ ઠંડીમાં લોકો બીનજરૂરી ઘરની બહાર નીકળતા ન  માર્ગો સૂમસામ જોવા મળે છે. શહેરમાં જાણે કહ્યું હોય તેવો માહોલ જોવા મળે છે. જામનગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 8 ડિગ્રી, મહત્તમ તાપમાન 25 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 56 ટકા જ્યારે પવનની સરેરાશ ઝડપ 6.6 કિ.મી. પ્રતિ કલાકની રહેવા પામી હતી.

Related posts

ઘેટાં-બકરાની નિકાસનો પ્રતિબંધ હાઇકોર્ટે ફગાવ્યો

Nawanagar Time

જામનગર ડેપોના મુખ્ય દરવાજો બંધ રખાતા ટ્રાફિક સમસ્યા

Nawanagar Time

જામનગરની બજારમાં રૂા. 5 થી 8 હજાર સુધીના અવનવા ફટાકડા

Nawanagar Time

Leave a Comment