Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ફરીવાર નવા ટ્રાફિક સિગ્નલ

jamnagar-again-new-traffic-signal

જૂના સિગ્નલો રીપેર કરવામાં રસ દાખવાતો નથી: નવામાં 45 લાખનું આંધણ

જામનગર:-જામનગર મહાનગર પાલિકા પ્રજાના પૈસાનો ધૂમાડો કરવાની એક પણ તક જતી કરવા ન દેવા માંગતી હોય વધુ એક કિસ્સો સામે આવ્યો છે. લાંબા સમય પહેલા લાખોના ખર્ચે શહેરમાં લગાવાયેલા ટ્રાફિક સિગ્નલને રિપેરીંગ કરી ફરી શરૂ કરવાના સ્થાને નવા ટ્રાફિક સિગ્નલ પાછળ લાખો રૂપિયાનું આંધણ જામનગર મહાનગરપાલિકાએ કર્યુ છે.
મળતી વિગતો મુજબ જામનગરના મહત્વના માર્ગો ઉપર ટ્રાફિક સમસ્યા નિવારવા 4-4 વખત ટ્રાફિક સિગ્નલ ઉભા કરવામાં આવ્યા અલબત આ ટ્રાફિક સિગ્નલ વર્તમાન સમયમાં બંધ હાલતમાં છે. હાલ શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને નિવારવા જૂના ટ્રાફીક સિગ્નલને તત્કાલ કાર્યરત કરવાના સ્થાને નવા ટ્રાફિક સિગ્નલ ઉભા કરવાનો તૂક્કો જામનગર મહાનગર પાલિકાએ લગાવ્યો છે.
જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગમાં બે મહિના અગાઉ નવા ટ્રાફિક સિગ્નલ ફરીથી ઉભા કરવા રૂા.45 લાખ જેટલી રકમનો ખર્ચ કરવાનો નિર્ણય લેવાયો હતો! જુના સિગ્નલ ફરી શરૂ કરવાના સ્થાને નવા પાછળ તોતિંગ ખર્ચ કરવા પાછળ જામનગર મહાનગર પાલિકાનો હેતુ સ્પષ્ટ થતો નથી. હાલ જુના ટ્રાફિક સિગ્નલો બંધ છે. નવા સિગ્નલો લગાડવાનું કામ મોટા ઉપાડે ચાલી રહ્યું છે. જોકે, નવા ટ્રાફિક સિગ્નલો પણ જુના થઇ ગયા બાદ નવા સિગ્નલો ઉભા કરવાનો નિર્ણય જામનગર મહાનગર પાલિકા દ્વારા લેવાશે કે તેને ફરી કાર્યરત કરવા બુદ્ધિ વાપરવામાં આવશે તેવા પ્રશ્ર્નો ઉઠી રહ્યાં છે.

jamnagar-again-new-traffic-signal
jamnagar-again-new-traffic-signal
jamnagar-again-new-traffic-signal
jamnagar-again-new-traffic-signal
jamnagar-again-new-traffic-signal
jamnagar-again-new-traffic-signal

Related posts

સરકારી હોસ્પિટલમાં ડેંગ્યુના વધુ ચાર કેસથી આંકડો 30 સુધી પહોંચ્યો

Nawanagar Time

છ માસથી કાર્યક્રમો બંધ: આર્થિક કટોકટી ભોગવતા કલાકારો

Nawanagar Time

મોબાઈલની દુકાનમાંથી ચોરી કરનાર આરોપીને પકડી પાડતી જામનગર એલસીબી

Nawanagar Time

Leave a Comment