Nawanagar Time
અમદાવાદ ગુજરાત જામનગર

વાતો કાગળ પર જ હોય છે ? જામનગર-અમદાવાદ વિમાન સેવા સપ્તાહમાં જ બંધ

jamnagar-ahmedabad-flight-service-is-closed-only-in-the-weekend

ગાજેલી ‘ઉડાન’ ગર્જી નહીં

જામનગર અમદાવાદ વચ્ચે એર ઓડિસાનું આજથી ટચકડું વિમાન સેવા મોટા ઉપાડે શરૂ કરવામાં આવી હતી, પ્રથમ ઉડાન ભરી, ત્યાર પછી આ સેવાનું શું થયું, એ ખબર જ ના પડી.

જામનગર-અમદાવાદ વચ્ચે ગયા વર્ષે વિમાન સેવા શરૂ કરવામાં આવી હતી, એર ઓડિસા એમ -28 પ્રકારનું વિમાનમાં 19 લોકો મુસાફરી કરી  સક્ષમ હતાં. હવે દુરિયાં નજદીક થશે વિમાનમાં બેસવાનું ગરીબોના સપના સાકાર થશે, એવી મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી.

જામનગરના સાંસદ પૂનમ માડમે આ ટચુકડા વિમાનને લીલી ઝંડી આપી હતી, મહત્વકાંક્ષી ઉડાન યોજનાના પ્રથમ તબકકે ગુજરાતમાં જામનગર સહિતના 6 શહેરોનો સમાવેશ કરાયો હતો.

જામનગરથી અમદાવાદની આ સેવા એર ઓડિસાએ  કરી છે, આ વિમાનમાં 19 બેઠકની ક્ષમતા હતી. સોમવારથી શનિવાર સવારે 10 વાગે અમદાવાદથી ઉપડી 11 વાગે જામનગર પહોંચવાનો સમય નક્કી કરાયો હતો. અને 11:15 વાગ્યે જામનગરથી ઉપડી બપોરના 12:15 અમદાવાદ પહોંચવાનું હતું.

આ સેવા શરૂ થવા સમયે જામનગર આસપાસના વિસ્તારને અમદાવાદથી દેશ વિદેશની વિમાન સેવાના કનેશન મેળવવામાં સરળતા  એવું કહેવામાં આવ્યું હતું. પ્રારંભિક તબક્કે વિમાનનું ભાડું 1750થી 2500 રાખવામાં આવ્યું હતું. પ્રથમ ઉડાનમાં જામનગરના ઉધોગપતિઓ, વેપારીઓ, મહાનુભાવો ઉડાન ભર્યા હતા.

આ સેવા શરૂ થવામાં પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવું થયું. અને પછી તો એર ઓડ઼ીસાની ઓફિસે જયારે જયારે ફોન કરવામાં આવ્યા ત્યારે સંતોષકારક જવાબો મળવાના બંધ થઇ

હવે તો આ વિમાની સદન્તર બંધ જ થઇ ગઈ છે, માત્ર બંધ થયાની સત્તાવાર જાહેરાત જ બાકી છે. સેવાના ઉદ્દઘાટન માટે તો મહાનુભાવો બહાવરા બની જતા હોય છે, પરંતુ સેવા બંધ કરવાની જાહેરાત કોણ કરે??

Related posts

જામનગરની ખાનગી હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સર્જરીનો પણ પ્રારંભ

Nawanagar Time

જોડિયામાં મનરેગા હેઠળ બેરોજગારી ભથ્થું નહીં અપાય તો ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન થશે

Nawanagar Time

જામનગરમાં રીક્ષા છકડાની ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો

Nawanagar Time

Leave a Comment