Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં એટીએમ સેન્ટર પરના ફાયરીંગમાં સિક્યોરિટી ગાર્ડ સામે ગુન્હો નોંધાયો…

jamnagar-atm-center-fired-in-front-of-security-guard-against-crime

જામનગર તા.૩: જામનગરના લાલબંગલા પાસે ગઈકાલે એટીએમ સેન્ટર પર સિક્યોરિટી ગાર્ડની ગફલતથી થયેલા એક ફાયરે દોડધામ મચાવી હતી. પોલીસે નાની વયનો હોવા છતાં હથિયારનું લાયસન્સ ધરાવતા ગાર્ડ સામે બેદરકારીપૂર્વક હથિયારનો ઉપયોગ કરવા અંગેનો ગુન્હો નોંધ્યો છે.

જામનગરના લાલબંગલા પાસે આવેલા આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમ સેન્ટર પર ગઈકાલે સવારે સાડા દસેક વાગ્યે બેંકની કેશ ભરવા આવેલી વેનમાંથી જ્યારે એટીએમ લોડર જયદીપ ડાયાભાઈ શિલુ અને અન્ય કર્મચારી પૈસા ભરેલી પેટી ઉતારી રહ્યા હતા ત્યારે સાથે રહેલા મુબારકઅહેમદ અબ્દુલમનાન મલીક (ઉ.વ.૧૯) નામના સિક્યોરિટી ગાર્ડની ગફલતથી તેની લોડેડ રાયફલમાંથી ફાયર થયો હતો.

અચાનક થયેલા ધડાકાથી આજુબાજુની દુકાનોવાળા તેમજ ત્યાંથી પસાર થતા રાહદારીઓ દોડી આવ્યા હતા. એસપી સહિતનો પોલીસ કાફલો બનાવના સ્થળે ધસી ગયો હતો. સિટી-બી ડિવિઝનના ઈન્ચાર્જ પીઆઈ વી.એસ. લાંબાએ એફએસએલને જાણ કરી હતી, દોડી આવેલી ફોરેન્સિક ટૂકડીએ બનાવના સ્થળેથી કારતૂસનું ખાલી ખોખું શોધી કાઢયું હતું અને પોલીસે જાણવાજોગ નોંધી તપાસ હાથ ધરી હતી.

ત્યાર પછી પીઆઈ લાંબાએ હાથ ધરેલી તપાસમાં માત્ર ઓગણીસ વર્ષની વય ધરાવતા અને મૂળ જમ્મુ કાશ્મીર રાજ્યના વતની, હાલમાં પટેલ કોલોની શેરી નં.૮માં ભાડાના મકાનમાં રહેતા સિક્યોરિટી ગાર્ડ મુબારકઅહેમદ સામે ગફલત રાખી અન્ય લોકોની સલામતી જોખમાય તે રીતે હથિયારનો બેદરકારીથી ઉપયોગ કરવા અંગે આઈપીસી ૩૩૬ તથા હથિયારધારાની કલમ-ર૭ હેઠળ ગુન્હો નોંધવા સૂચના આપતા પીએસઓ એસ.વી. જાડેજાએ ગુન્હો નોંધ્યો છે. વધુ તપાસ એસઓજીએ આરંભી છે. ઉલ્લેખનીય છે કે, આ દરમ્યાન માત્ર ઓગણીસ વર્ષનો છે તેમ છતાં તેની પાસે અગ્નિશસ્ત્ર રાખવાનું લાયસન્સ છે તે મુદ્દો પણ ચકાસણીને પાત્ર છે

Related posts

ખંભાળિયામાં દારૂના બંધાણીઓ પરોપકારી

Nawanagar Time

દ્વારકાના પ્રાચિન ભદ્રકાલી માતાજીના મંદિરનો અનોખો મહિમા

Nawanagar Time

જામનગરની જેલમાંથી કોરોનાકાળમાં જામીન મુક્ત થયેલા 20 કેદી અદ્રશ્ય: 8 ઝડપાયા

Nawanagar Time

Leave a Comment