Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના એટીએમ કૌભાંડના તાર અમેરીકા, રશિયા તરફ લંબાયા

jamnagar-atm-scam-stretched-across-america-russia

ટોળકીના કબ્જામાંથી વધુ ચાલીસ એટીએમ કાર્ડ નો ડેટા મળ્યો, બે વિદેશી શખ્સોની પણ સંડોવણી બહાર આવી : ચારેય આરોપીઓ પાંચ દિવસના રીમાન્ડ ઉપર

જામનગર:-જામનગરમાં દસ  છ ખાતેદારોના એટીએમ માંથી કોઈ વ્યવહાર વિના સાડા પાંચ લાખ રૂપિયા ઉપડી ગયાનું કારસ્તાન સર્જાયા બાદ જામનગર સાયબર સેલ દ્વારા વિધિવત તપાસ હાથ ધરી હાઈટેક ટોળકીના ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં આ ટોળકીએ અનેક ખાતેદારોના એટીએમ ક્લોન કરી રૂપિયા ઉપાડી લીધા હોવાની વિગતો સામે આવી છે.  નેટવર્કમાં અમેરીકા અને રશિયાના બે વિદેશી વ્યક્તિઓની પણ સંડોવણી ખુલવા પામી છે. સીટી સી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે.

જામનગરમાં અમુક એટીએમ ધારકોના ખાતા માંથી વગર એટીએમ – ડેબિટ કાર્ડ ઉપયોગ કર્યે પૈસા ઉપડી જતા હોવાની સાયબર સેલને ફરિયાદો મળી  છેલ્લા દસ દિવસમાં છ ખાતેદારોના આ ટ્રાન્જેક્શન રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ આસપાસ થતું હોવાની વિગતો બહાર આવી હતી. પોલીસે ત્રણ- ચાર દિવસ સુધી આ દિશામાં તપાસ કરી અને સામે આવ્યું એટીએમ – ડેબિટ કાર્ડનું ક્લોન ફ્રોડિંગ, પોલીસે ઉચ્ચ અભ્યાસ કરેલ ટોળકીના ચાર શખ્સોને દબોચી લીધા જેમાં ચોંકાવનારી વિગતો  આવી છે. આરોપી કેયુર ઉર્ફ કિશન હરીશભાઈ હાડા, મોહિત જગદીશભાઈ પરમાર, શબ્બીર જુમાભાઇ અને નિકુંજ ધનસુખભાઈ કનખરા નામના  શખ્સોએ શોર્ટકટ અપનાવી રૂપિયા વાળા બનવાનો પ્લાન ઘડી કાઢ્યો, ટેકનોલોજીને ભેદીને કોઈને ભનક પણ ન આવે એ રીતે બીજાના પૈસા આસાનીથી મેળવી પૈસાદાર બનવાનો પ્લાન કર્યો હતો. ચારેય શખ્સોએ એટીએમ અને  કાર્ડના ડેટાની હાઈટેક તસ્કરી કરી ત્યારબાદ આ ચોરાઉ ડેટા વડે ક્લોન એટીએમ કાર્ડ બનાવી નાખ્યા હતા. આ જ કાર્ડની મદદથી એટીએમ વાટેથી રૂપિયા ઉપાડી લેતા હતા. જામનગર સાયબર સેલ પોલીસ દ્વારા જે ટોળકીને ઉપાડી લેવામાં આવી છે. તેના કબ્જામાંથી એટીએમમાંથી ઉપડેલ એક લાખની રોકડ, પાંચ કોરા એટીએમ કાર્ડ, 15  એટીએમ કાર્ડ, એક લેપટોપ, એક ડેટા રીડ કરવાની મસીન, એક એટીએમ કાર્ડ બનાવવાનું મશીન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત લેપટોપમાંથી 40 જેટલા એટીએમ કાર્ડ ધારકોના ડેટા સ્ટોર થયેલ મળી આવ્યો છે.

આ ટોળકી છ મહિનાથી કાર્યરત હતી. પરંતુ સાચી કામગીરી એટલે કે એટીએમમાંથી રૂપિયા કાઢવાની કામગીરી છેલ્લા  દિવસથી શરૂ કરી હતી. દસ દિવસમાં આરોપીઓએ એરફોર્સના બે જવાનો, એક ઇન્ટિરિયર ડિઝાઇનર યુવતી સહિતના છ એટીએમ ધારકોના કાર્ડ ક્લોન કરી સાડા પાંચ લાખની રકમ ઉપાડી લીધી છે. એક કાર્ડ માંથી 40 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદાનો તોડ મેળવવા આ શખ્સો રાત્રે અગિયાર થી એક વાગ્યા દરમિયાન ટ્રાન્જેક્શન કરતા હતા.  તારીખ બદલી જતા વધુ રૂપિયા ઊપાડી શકાય. ચારેય ટોળકીએ એટીએમ કાર્ડ ક્લોન કરવાથી માંડી નકલી કાર્ડ બનાવવા સુધીની આધુનિક પ્રક્રિયામાં વિદેશી સંપર્કો કર્યા હોવાની વિગતો પણ જાહેર થઈ છે. આરોપીઓના પકડાયેલા મોબાઈલ ફોન માંથી રસિયા અને અમેરિકાના સખસોના સંપર્ક નીકળ્યા છે. જામનગરની ટોળકી આ વિદેશી ટોળકીના સંપર્કમાં હોવાની વિગતો  આવી છે.અને ચોરેલા ડેટા એકબીજાને આપલે કરતા હોવાની વિગતો બહાર આવી છે.

પકડાયેલ ટોળકીના સભ્યો ઉચ્ચ અભ્યાસ કરતા હોવાની વિગતો સામે આવી છે. કેયુર અને મોહિત બંને હાલ બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન એટલે કે બીસીએ નો અભ્યાસ કરતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે અન્ય બિઝનેશ કરતા હોવાની વિગતો બહાર  છે.

Related posts

જામનગર એસટી ડેપોમાં કોરોનાની ‘ધૂલાઈ’

Nawanagar Time

જામજોધપુરમાં મહિલા કર્મચારીના ઇલુ-ઇલુની ગલીએ ગલીએ ચર્ચા

Nawanagar Time

બ્રિલિયન્ટ સ્કૂલનો મુંગરા મિત્ત જામનગર કેન્દ્રમાં પ્રથમ

Nawanagar Time

Leave a Comment