Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં આવાસ યોજનાનો ખડકલો, પ્રજા ઉદાસીન

jamnagar-awas-yojana-scheme-the-people-are-not-happy

જામનગર:-કોર્પોરેશન આવાસ ખડકયા રાખે છે પરંતુ નાગરીકો રૂચી દાખવતા નથી આવી સ્થિતિમાં શા માટે કરોડો રૂપિયા ખર્ચ્યા જ રાખે છે? તે મહત્વનો સવાલ ગણાવે છે. ઉપરથી આવાસ નોંધાવેલા હોય તેવા પરિવારો રદ પણ કરાવ્યા રાખે છે તેના પણ અનેક કારણો છે. જામનગર મહાનગર પાલિકાએ નવ જેટલી સાઇટ ઉપર આવાસના નિર્માણ કર્યા અથવા નિર્માણ આધીન છે જેમાં મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ 672 આવાસ બન્યા તેમાંથી 480ના કબજા સોંપી શકાયા છે બાકીના ખાલી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ 1008 આવાસ બન્યા તેમાંથી 310ની ફાળવણી થઇ તેમજ 210 અરજદારોની ડીપોઝીટ પરત કરવામાં આવી છે અમુક આવાસમાં તો બબ્બે વખત ડ્રો કરાયા છે. આમ ખડકાયેલા તમામ આવાસ વેચાયા નથી છતાં બીજી નવી બે સાઇટો આવાસ બનાવવા કોર્પોરેશને નક્કી કર્યા છે તેમાં જંગી નાણાં ખર્ચાશે. એક તો સર્વે કર્યા વગર આવાસ બનાવ્યા જ રાખે છે બીજુ નાગરિકોને આંબા આંબલી દર્શાવાય છે પરંતુ ખુબ જ હેરાન થયા બાદ લોન મળતી નથી તે માટે કોર્પોરેશનનું તંત્ર મદદ પણ કરતુ નથી અંતે પોતાના અમુક નાણાં ગુમાવીને અરજદારોએ આવાસ નોંધણી રદ કરાવવી પડે છે.

Related posts

જેએમસીના સફાઈ કામદારોને ખાનગી કામ સોંપાતા આક્રોશ

Nawanagar Time

LRD પેપરલીક કાંડ : જાણો ક્યાં ફૂટયું પેપર ??

Nawanagar Time

જામનગર પોલીસ હૅડકવાર્ટર ખાતે વન મહોત્સવની ઉજવણી

Nawanagar Time

Leave a Comment