Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર આયુર્વેદ હોસ્પિટલના એ.એન.ટી. તથા દંત વિભાગને ચાલુ સમયે લાગેલા તાળાં

jamnagar-ayurved-hospitals-a-n-t-or-dental-area-is-closed-on-current-time

ઓપીડીનો સમય ચાર થી છ વાગ્યાનો હોવા છતાં પાંચ વાગ્યે લાગી જતાં તાળાં: અનેક દર્દીઓ પરેશાન

વેરાડ:-જામનગરની આયુર્વેદ હોસ્પિટલમાં એએનટી તથા દંત વિભાગમાં ચાલુ સમયે પણ તાળાં લાગેલાં હોય, અહીં સારવાર માટે આવતાં અનેક દર્દીઓને ધરમના ધક્કા ખાવા પડી રહ્યાં છે.

જામનગરમાં આવેલી આયુર્વેદ હોસ્પિટલ સૌરાષ્ટ્રભરમાં જાણીતી છે. અહીં જામનગર શહેર -જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રના અનેક શહેરોમાંથી દર્દીઓ સારવાર લેવા આવે છે, પરંતુ આ હોસ્પિટલના એએનટી તથા દંત વિભાગમાં સારવાર લેવા આવતાં દર્દીઓ હાલમાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

આયુર્વેદ હોસ્પિટલના એએનટી તથા દંત વિભાગમાં ઓપીડીનો સમય સાંજે ચાર થી છ વાગ્યા સુધીનો દર્શાવવામાં આવ્યો છે, પરંતુ પાંચ વાગ્યે આ વિભાગમાં તાળાં લાગેલાં જોવા મળે છે.

નવાઈની બાબત તો એ છે કે, કેશબારી પરથી દર્દીઓને કેસ પણ કાઢી આપવામાં આવે છે, પરંતુ વિભાગને તો તાળાં લાગેલા હોય છે. ત્યારે હોસ્પિટલમાં ચાલી રહેલો અંધેર વહિવટ બહારગામથી આવતાં દર્દીઓ માટે પરેશાનીનું કારણ બને છે. દર્દીઓને ધક્કા ખાવા પડી રહ્યાં છે. જ્યારે આ અંગે કેસબારી ઉપર પૂછતાં બપોર પછી બંધ હોય છે, સવારે જ આવવું તેવું જણાવાય છે.

Related posts

જામનગરમાં ઠેક-ઠેકાણે મચ્છર ઉત્પતિના કારખાના

Nawanagar Time

જામનગર લોકસભા બેઠકમાં કોંગ્રેસના જનાધારમાં જબ્બર ઉછાળો

Nawanagar Time

સોફ્ટવેર કૌભાંડઃ સસ્તા અનાજ મંડળના ટોચના હોદ્દેદારો જ સોફ્ટવેર ધરાવતા હોવાનો ખુલાસો

Nawanagar Time

Leave a Comment