Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર બાર એસો.ના પ્રમુખ, ઉપપ્રમુખ વિરૂદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્ત

jamnagar-bar-association-president-anti-vice-presidential-proposal

બાર એસોસીએશનનો વિવાદ ચરમસીમાએ : પ્રમુખે કારોબારી બરખાસ્ત કરી તો કારોબારીએ પ્રમુખ, ઉપપ્રમુખ સામે બાંયો ચડાવી

જામનગર:-જામનગર બાર એસોસીએશનનો વિવાદ ચરમસીમાએ પહોચ્યો છે, ખજાનચી પદેથી  દુર કર્યા બાદ પ્રમુખે આખી કારોબારીને બરખાસ્ત કરી હતી. અને ભારે આશ્ર્ચર્ય વચ્ચે બરખાસ્ત થયેલી કારોબારીએ પ્રમુખ અને ઉપપ્રમુખને દુર કરવા અવિશ્વાસની દરખાસ્ત કરતા વિવાદ વકરે તેવી શકયતા જોવાઇ રહી છે.

જામનગરના વકીલ મંડળના 11 સભ્યની કારોબારી સમિતિએ સભ્ય ફી રૂા. 150 અને વેલ્ફેર ફી રૂા. 150 લેવાનો ઠરાવ  છતાં ખજાનચી દ્વારા રૂા. 200-200 ફી લેવાતી હતી. આ મુદ્દે કારોબારીએ ખજાનચીને નોટીસ ફટકારી ખજાનચી પદેથી તથા વકીલ મંડળના સભ્ય પદેથી ખજાનચીને દુર કર્યો હતો. ત્યાર બાદ વકીલ મંડળના પ્રમુખ ભરતભાઇ સુવાએ હોદાની રૂએ સમગ્ર કારોબારી સમિતિને બરખાસ્ત કરી 11 સભ્યોને પદ પરથી દુર કરવાનો ઠરાવ કર્યો હતો.

આ  વકીલ મંડળમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. કારોબારીને દુર કર્યા બાદ બુધવારના કારોબારી ફરી મળી હતી અને પ્રમુખ ભરત સુવા તથા ઉપપ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા સામે અવિશ્વાસની દરખાસ્ત લઇ આવ્યા હતાં અને અણછાજતું વર્તન, ખોટા પ્રચાર વગેરેના ઉલ્લેખ કરી તેમને મળેલી સતાની રૂએ પ્રમુખ ભરતભાઇ સુવા તથા ઉપપ્રમુખ પદેથી  ઝાલાને દુર કરવાનો ઠરાવ કર્યો હતો અને આની જાણ બાર એસોસીએશનને કરી હતી. વકીલ મંડળમાં બે જુથ સામ-સામે આવી જતાં હવે આરપારની લડાઇ જેવો માહોલ બન્યો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ વણસે તેવા એંધાણ છે.

આ મામલે બાર એસોસીએશનના પ્રમુખે જણાવ્યું હતુ કે, બંધારણની જોગવાઇના નિયમ-17 તેમજ 18 (4) વિગેરે  કારોબારી બરખાસ્ત કરેલી છે તે ઠરાવ સામે તેમને વાંધો હોય તો બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં અપીલ કે રજુઆત કરી શકે છે તેમજ કારોબારીના સભ્યો સુચના આપવા છતાં નિયમોનો ભંગ કરતા હોય તે અંગે કાર્યવાહી મંડળના હિતમાં કરાશે.

બીજી તરફ કારોબારી સભ્યોએ જણાવ્યું હતું કે, કારોબારીને ખોટી રીતે ફકત બે  સહી કરી નિયમ વિરૂદ્ધ બરખાસ્ત કરી છે, આવી કોઇ સતા પ્રમુખ પાસે છે નહીં અવિશ્વાસનો પ્રસ્તાવ લઇ પ્રમુખને તેમના અણછાજતા વર્તન સહિતના મુદ્દે તેમને હોદા પરથી દુર કરવાનો ઠરાવ કર્યો છે.

Related posts

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં એક લાખ આરસી બુક પેન્ડીંગ

Nawanagar Time

ચૂંટણી પછી પણ ઓડિયો-વીડિયો ક્લિપીંગ ચર્ચામાં !

Nawanagar Time

એસટી ડેપો ફાયર મુદ્દે રામભરોસે

Nawanagar Time

Leave a Comment