Nawanagar Time
જામનગર ગ્રામ્ય

જામનગર બેડીમાં દસ કરોડથી વધુના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટનું કાલે ખાતમુહૂર્ત..

જામનગરના બેડી વિસ્તારમાં ભૂગર્ભ ગટર યોજનાનું ખાતમુહૂર્ત તથા હાપા નજીક નિર્માણ કરવામાં આવેલ ગાર્ડનનું લોકાર્પણ આવતીકાલે કરવામાં આવનાર છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા ગામમાં જલારામ મંદિર નજીક ગાર્ડન બનાવવામાં આવ્યું છે.  તેનું લોકાર્પણ આવતીકાલ તા. રપ.૧ર.ર૦૧૮ ના બપોરે ત્રણ વાગ્યે કરવામાં આવશે.

આ ઉપરાંત બેડીમાં ભૂગર્ભ ગટર માટે અમૃત યોજના અન્વયે રૃપિયા ૧૦ કરોડ પ૦ લાખના ખર્ચે ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેનું ખાત મુહૂર્ત પણ આવતીકાલ તા. રપ.૧ર.ર૦૧૮ ના બપોરે ચાર વાગ્યે કરવામાં આવશે.

આ બન્ને કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત રાજ્યના કૃષિ મંત્રી આર.સી. ફળદુના હસ્તે કરવામાં આવશે. ઉપરાંત જામનગરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન વગેરે ધારાસભ્ય ઉપસ્થિત રહેશે, જો કે આ કાર્યક્રમને હજી આખરી ઓપ આપવામાં આવ્યો નથી, પરંતુ તૈયારીઓ થઈ રહી છે.

Related posts

ખંભાળિયા: સરકારી પછી હવે ખાનગી દવાખાના પણ હાઉસફૂલ!

Nawanagar Time

હાલારના સ્પોર્ટસ સ્કૂલના આઠ ટ્રેનર, કોચની હકાલપટ્ટી

Nawanagar Time

કાર-બાઈક વચ્ચે અકસ્માત: ચારના મોત

Nawanagar Time

Leave a Comment