Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં બોગસ બેન્ક ખાતું ખોલી 6 કરોડથી વધુની છેતરપીંડી

jamnagar-bogus-bank-account-opened-more-than-6-crores-fraud

રાજકોટના નોકરીયાતે પાનકાર્ડ જમા કરાવવા આપ્યું’ને સીએ અને મળતીયાઓએ આચર્યું કૌભાંડ: ઇન્કમ ટેકસે 3.22 કરોડ ટેકસ ભરવા નોટીસ ફટકારતા કૌભાંડ બહાર આવ્યું

જામનગર:-જામનગરના નામાંકીત સીએ અને તેના મળતીયાઓએ રાજકોટના નોકરીયાતના પાનકાર્ડના આધારે બોગસ બેંક એકાઉન્ટ ખોલી ખોટી સહીઓ કરી બેન્કમાં રૂા. 6,34,04,154ના જુદા જુદા ટ્રાન્ઝેકશન કરી જબરદસ્ત કૌભાંડ આચરી નાણાંકીય વ્યવહારો કર્યા બાદ આ મામલે ઇન્કમ ટેકસ વિભાગે ભોગ બનનાર યુવાનને રૂા. 3,22,84,033 નો ટેકસ ચુકવવા નોટીસ ફટકારતા ખળભળાટ મચી ગયો છે. અને આ નોટીસને બદલે રાજકોટના યુવાને જામનગર સિટી એ ડીવીઝન પોલીસ મથકમાં સીએ અને તેના બે મળતીયા વિરૂઘ્ધ ફરીયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

ઘટના અંગે જાણવા મળતી વિગત મુજબ રાજકોટના રહિશ જીગ્નેશભાઇ ભુપતભાઇ નારોલા ઉ.વ. 38, ધંધો-નોકરી રહે. યુનિવર્સીટી રોડ, તોરલ પાર્ક-2, બ્લોક નં. 47 રાજકોટ. મુળ રહે. કાલાવડ મેજીસ્ટ્રેટ કવાર્ટરની બાજુમાં વાળાને ઇન્કમટેકસ વિભાગે રૂા. 3,22,84,033નો ટેકસ ભરવા નોટીશ ફટકારતા જીગ્નેશ નારોલા ચોંકી ઉઠયો હતો. કારણ કે તેને કોઇપણ જાતના મોટા બેંક વ્યવહારો કર્યા ન હોવા છતાં આટલો મોટો ટેકસ ભરવાં નોટીસ આપતાં તપાસ કરતાં રાતની ઉંઘ હરામ થઇ ગઇ હતી. સમગ્ર કૌભાંડ જામનગરમાંથી આચર્યા હોવાનું બહાર આવ્યું હતું.

બીજી તરફ જીગ્નેશ નારોલાએ અગાઉ જામનગરના નામાંકીત સીએ શશાંક જૈન (દોશી), રહે. પી.એમ. માર્ગ જામનગરવાળાને પોતાનું પાનકાર્ડ ઇન્કમ ટેકસ વિભાગમાં પરત જમા કરાવવા આપ્યું હોય એકાઉન્ટન્ટ શશાંક દોશીએ જામનગરના જ વિજય ગેલૈયા અને કાલાવડના કુંભનાથ પરામાં રહેતાં વિમલ ભટ્ટ નામના ઇસમ સાથે મળી જામનગરની વર્ધમાન કો. ઓપરેટીવ બેંક, ચાંદિબજાર બ્રાન્ચમાં આ આધારકાર્ડના આધારે ખોટી સહીઓ કરી સ્ટેમ્પ પેપર ઉપર ખોટા એગ્રીમેન્ટો બનાવી બેન્ક એકાઉન્ટમાં રૂા. 6,34,04,154 જમા કરાવતા ઇન્કમટેકસે આ નોટીસ ફટકારી હોવાનું બહાર આવ્યું હતું.

આ મામલે હાલ ફરિયાદી જીગ્નેશ ભુપતભાઇ નારોલાએ જામનગર સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં એકાન્ટન્ટ શશાંક દોશી, વિજય ગેલૈયા અને કાલાવડના વિમલ ભટ્ટ અને તપાસમાં ખુલે તે તમામ વ્યકિતઓ વિરૂઘ્ધ આઇપીસી કલમ 465, 467, 468, 471, 114ની કલમો મુજબ ગુન્હો નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવી છે.  આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી કૌભાંડીયા શખ્સોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

કાલથી જામનગરમાં એસટી બસ સેવા શરૂ

Nawanagar Time

કોર્પોરેશનને મંદી નડી, ફૂડઝોનની દુકાનોના ભાડા ઘટાડા સાથે ફરી ટેન્ડર બાહર પાડ્યા

Nawanagar Time

જામનગરમાં કોરોના ધ્રુજ્યો: ગ્રામ્યમાં એક પણ કેસ નહીં

Nawanagar Time

Leave a Comment