Nawanagar Time
ગુજરાત જામનગર

કોમન જીડીસીઆરના વિચીત્ર નિયમોને કારણે જામનગરના બિલ્ડરો કોપાયમાન

jamnagar-builders-caused-by-common-rule-of-gdcr

ધંગધળા વગરની કોમન જીડીસીઆરની જોગવાઇના કારણે નાના પ્લોટમાં બાંધકામ કરવું મુશ્કેલ

જામનગર:-કોમન જીડીસીઆરના વિચીત્ર નિયમોના કારણે જામનગરના બિલ્ડરો ક્રોધીત થયા છે, કોમન જીડીસીઆરના ધંગધળા વગરની જોગવાઇઓના કારણે જામનગરના નાના પ્લોટોમાં  કરવું મુશ્કેલ બની ગયું છે. નાના પ્લોટમાં બાંધકામ કરવા માટે કોમન જીડીસીઆરમાં મુકાયેલા ધરા ધોરણો બિલ્ડરોના નાકે દમ લાવી રહયા છે. જામનગરમાં કોમન જીડીસીઆરની માર્જીનની જોગવાઇને કારણે નાના પ્લોટમાં બાંધકામ અશકય બનતા રોષે ભરાયેલા સ્મોલ સ્કેલ બિલ્ડર એસોસીએશનના સભ્યો દ્વારા અધિક કલેકટરને ઉગ્ર રજૂઆત કરી પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે  આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.

સ્મોલ સ્કેલ બિલ્ડર એસોસીએશનને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે,કોમન જીડીસીઆરમાં ફ્રન્ટ માર્જીન મૂકયા પછી કંઇ જગ્યા વધતી નથી. નાના પ્લોટમાં ફ્રન્ટ માર્જીન,બંને સાઇડ માર્જીન,બેક માર્જીન મૂકી દીધા બાદ પ્લોટમાં બાંધકામ શકય નથી. ઉંચાઇમાં વધારો કરાયો છે પણ તે કશું કામનો નથી. કોમન જીડીસીઆરના કપરા નિયમોને  ગેરકાયદે બાંધકામને ઉતેજન મળશે. સરકારને વેચાતી એફએસઆઇના નાણાં મળતા નથી. કારણ કે બાંધકામ અટકી ગયા છે.વળી અણઘડ જોગવાઇને કારણે રીઅલ એસ્ટેટ બજારને માઠી અસર થતાં સીવીલ એન્જીનીયર, કોન્ટ્રાકટર, બિલ્ડીંગને લગતા વ્યવસાયમાં માઠી અસર થઇ છે.આથી ફ્રન્ટ માર્જીનમાં ઘટાડો કરવા,ગમે તે એક સાઇડ માર્જીન રાખી બાકીની બંને સાઇડના માર્જીન શૂન્ય  વધારો કરવા અને 40 ટકા જંત્રીનો ભાવ ઘટાડવા માંગણી કરી છે. જો તાકીદે આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

jamnagar-builders-caused-by-common-rule-of-gdcr
jamnagar-builders-caused-by-common-rule-of-gdcr

 

jamnagar-builders-caused-by-common-rule-of-gdcr
jamnagar-builders-caused-by-common-rule-of-gdcr

બિલ્ડરો ફ્રન્ટ માર્જીનમાં છુટ આપવા, ગમે તે એક સાઇડ માર્જીન રાખી બાકીની બન્ને સાઇડના માર્જીન શુન્ય કરાર કરવા તેમજ એફએસઆઇમાં વધારો કરવા અને જંત્રીના ભાવ 40  ઘટાડો કરવા સહિતની માંગણી કરી રહયા છે. અત્યાર સુધીમાં રજા ચીઠ્ઠી પ્લાન મુકયો હોય ઉપરાંત ચુકવણું પણ થઇ ગયું હોવા છતાં હજુ સુધી મંજુરી આપવામાં આવી ન હોય તેવાં અનેક કિસ્સા નોંધાયા છે. નવા નિયમના કારણે 50 માંથી હજુ સુધી 20 ફાઇલો પણ પાસ થઇ નથી. પરિણામે બિલ્ડરોના પ્રોજેકટ  પડયા છે. નાના બિલ્ડરો ઉપર સૌથી વધુ અસર થઇ છે. હાલ જામનગર જેવા નાના શહેરમાં કોમન જીડીસીઆરના વિચીત્ર નિયમોનું પાલન કરવું નાના બિલ્ડરો માટે અશકય બની ગયું છે. પરિણામે યોગ્ય પગલાં નહીં લેવાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

Related posts

પાંચ વર્ષમાં 3200 વિઘા જમીન ભરખી જતી પવનચક્કી, ખેડૂતોમાં કચવાટ

Nawanagar Time

વાયુ વાવાઝોડું કચ્છ તરફ, NDRF-BSF સ્ટેન્ડ ટુ

Nawanagar Time

ડીએસઓએ સસ્તા અનાજના દુકાનદારો સાથે કરી બનાવગીરી

Nawanagar Time

Leave a Comment