Nawanagar Time
ગુજરાત જામનગર

દુકાનો ર4 કલાક ખુલ્લી રાખવાની છૂટને પગલે જામનગરના વેપારીઓમાં ખુશીનો માહોલ

jamnagar-businessmen-rejoice-in-the-joy-of-keeping-shops-open-24-hours

ચોક, પાંચ હાટડી, કાલાવડ નાકા બહાર, શરૂસેકશન રોડ, હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોના વેપારીઓ ખુશખુશાલ

જામનગર:-ગુજરાત સરકાર દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ તમામ શહેરોમાં દુકાનો ર4 કલાક ખૂલ્લી રાખવાની છૂટ આપતો નિર્ણય કેબિનેટની બેઠકમાં લેવામાં આવતાં જામનગરના વેપારી આલમમાં ખુશીનો માહોલ છવાયો છે. ખાસ કરીને જામનગરમાં  હવાઈ ચોક,  હાટડી, કાલાવડ નાકા બહાર, શરૂસેકશન રોડ, હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારો રાત્રિના ધમધમતા હોય, પરંતુ પોલીસના ડરના કારણે દુકાનો વહેલી આટોપી લેવી પડતી હોય, હવે સરકારની છૂટ મળતાં વેપારીઓ રીતસર ઝૂમી ઉઠ્યાં છે. રાજ્યમાં હવે રાત્રે પણ વ્યાપાર થઈ શકશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરી છે. હાલ 12  સુધી વેપાર-ધંધા કરી શકતા હતા. પરંતુ નવા સુધારાના કારણે 24 કલાક દુકાનો ખુલ્લી રહેશે. સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે દુકાનો 24 કલાક ખુલ્લી રહેવાના કારણે રોજગારીમાં વધારો થશે. આ નિર્ણયના કારણે શ્રમ અને રોજગારના કાયદામાં ફેરફાર થશે. જો કે, આગામી શિયાળુ સત્રમાં કાયદામાં ખાસ સુધારા સાથેનું બિલ રજૂ  ર4 કલાકની છૂટને કારણે જામનગરના વેપારીઓ ડબલ શીફટમાં કામ કરવા તત્પર બન્યા છે અને સરકારના આ નિર્ણયના વખાણ કરી રહ્યાં છે.

Related posts

સરકારી શાળાના આચાર્યોને ચાઈનીઝ ટેબ્લેટ ધાબડી દેવાયા

Nawanagar Time

કોર્પોરેટરે વીડીયો વાયરલ કર્યો: જામનગરમાં ભૂત પણ નળ ફિટીંગનું કામ કરે છે!

Nawanagar Time

જી. જી.માં 21 દિ’થી એમઆરઆઈ મશીન બંધ: સારવાર માટે રઝળતા દર્દીઓ

Nawanagar Time

Leave a Comment