Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં જીએસટી ટીમના ધામા, બીજા દિવસે પણ હોલસેલર્સને ત્યાં તપાસ

jamnagar-camped-gst-team-the-second-day-of-the-investigation-there-wholesalers

જામનગર:-જામનગરમાં આજે બીજા દિવસે પણ ઇજીએસટી ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. ગઇકાલે ટ્રાન્સપોર્ટની પેઢીનો સર્વે કર્યા બાદ આજે બિજા દિવસે હોલસેલના વેપારીઓને ત્યાં જીએસટીની ટીમ ત્રાટકી છે.

સામાન્ય રીતે દોઢ કરોડથી વધુના ટર્ન ઓવર ધરાવતી પેઢીઓ ઉપર જીએસટીની ટીમ રેન્ડમ ચેકીંગ હાથ ધરતી હોય છે. પરંતુ કેટલાક સમયથી સરકારને ઘ્યાને આવ્યું છે કે દોઢ કરોડથી વધુના ટર્નઓવર ધરાવતા કિસ્સામાં આશ્ર્વર્યજનક ઘટાડો થયો છે પરીણામે છેલ્લા બે દિવસથી જામનગર અને ખંભાળિયામાં જીએસટી ટીમ દ્વારા વિવિધ સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

જામનગરમાં સેન્ટ્રલ જીએસટીની ટુકડીએ ગઇકાલે ટ્રાન્સપોર્ટ પેઢી ખાતે ચેકીંગ હાથ ધર્યા બાદ આજે હોલસેલર વેપારીઓને સકંજામાં લીધા છે. ખંભાળિયામાં તપાસ થઇ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે રાત સુધીમાં મોટી જીએસટી ચોરી પકડાય તેવી સંભાવના વર્તુળો વ્યકત કરી રહ્યાં છે. લાંબા સમયથી દોઢ કરોડથી વધુનો કારોબાર ધરાવતી પેઢીઓ નોંધાયેલી પેઢીઓનું પ્રમાણ ઘટી જતાં સરકારને કરચોરી થતી હોવાની ગંધ આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે. પરીણામે સેન્ટ્રલ જીએસટીની ટીમ દ્વારા આજે હોલસેલના વેપારીઓને સકંજામાં લઇ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં મોટી કરચોરી સામે આવે તેવી શકયતા છે.

Related posts

ખંભાળિયામાં વિક્રમભાઈ માડમ ધારાસભ્યની ઉપસ્થિતિમાં કોંગ્રેસ અગ્રણીઓની બેઠક યોજાઈ

Nawanagar Time

જીઆઈડીસીમાં છેેલ્લા એક દસકામાં થયેલાં ભ્રષ્ટાચારની યાદી માંગતા જામનગરનું ઉદ્યોગ સંગઠ્ઠન

Nawanagar Time

જામનગરમાં ઈન્ડસ્ટ્રીયલ એક્ઝિબિશન ટેકફેસ્ટ-2020નો શુભારંભ

Nawanagar Time

Leave a Comment