Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર શહેરમાં રમત-ગમતના બે મેદાન બનશે: મેયર

jamnagar-city-will-have-two-ground-games-mayor

સ્પોર્ટસ સંકુલ બાદ શહેરના વિકાસને ઘ્યાને રાખી મેયરે અન્ય જગ્યા પર રમત-ગમતના મેદાનની ચિંતા વ્યકત કરી

જામનગર:-જામનગર મહાનગર પાલિકાના મેયર હસમુખભાઇ જેઠવા દ્વારા શહેરના વિકાસ અર્થે અનેક વિકાસલક્ષી પ્રોજેકટ હાથ ધરવામાં આવે છે. જેમાં રમત ગમતના મેદાન માટે દબાણ દુર કરી ટીપી સ્કીમની જગ્યા ફાળવવાનું નકકી કરાયું છે.

જામ્યુકો દ્વારા રમત-ગમતના નવા મેદાનો વિકસાવવા માટે મેયરે અંગત રસ લઇ કામગીરી આરંભી છે, જેમાં શરૂસેકશન રોડ ટીપી સ્કીમ નં.1 અંતિમખંડ નં.91 વાળી જગ્યા અને માર્કેટીંગ યાર્ડ પાસે ટીપી સ્કીમ નં.1 (જાડા)ના અંતિમખંડ નં.62 વાળી જગ્યાને રમત-ગમતના મેદાન તરીકે વિકસાવવા મેયર હસમુખભાઇ જેઠવાએ તેમની એક યાદીમાં જાહેર કયું છે. આ કામગીરી વર્ષ 2018માં રૂા.50 લાખના ખર્ચે કરવામાં આવશે. તેમ નકકી કરવામાં આવ્યું છે.  જે અન્વયે હાલ સંબંધીત શાખા દ્વારા શરૂસેકશન રોડ ઉપર આવેલા જગ્યા અંગે એસ્ટીમેનટ અને ટેન્ડરીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. માર્કેટીંગ પાસે આવેલ જગ્યા અંગે સ્થાનિકે અમુક ભાગમાં દબાણ હોય જે દબાણ દુર કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કાર્યવાહી પૂર્ણ થયે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે જામ્યુકો શહેરના બાળકો માટે રમત-ગમતના નવા મેદાનો વિકસાવવા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે, જામનગરમાં વસ્તી આધારીત રમત-ગમતના મેદાનની ઘટ્ટ છે, ઉપરાંત શહેરમાં જામ્યુકો દ્વારા ફાયર બ્રિગેડ સામે જે સ્પોટ્સ સંકુલ છે તેમાં પણ બાળકો શહેરીજનોને પૂરતી સુવિધા પ્રાપ્ય છે કે કેમ ? ઉપરાંત મેયર દ્વારા જે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યો છે તેમાં બાળકો કેવી રીતે તેનો ઉપયોગ કરશે તે તો મેદાન આકાર લે પછી કહી શકાય.

Related posts

ના ઇસ્તમાલ કરે, ના વિશ્ર્વાસ કરે… ઘડી ડિટર્જન્ટને ફટકાર

Nawanagar Time

અલિયા-ખીલોસમાં લાખોના ખર્ચે વધુ બે ચેકડેમના કામો મંજૂર

Nawanagar Time

ગૌવંશને પૌષ્ટિક લાડવાનું જમણ

Nawanagar Time

Leave a Comment