Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર કમિશ્નર બારડની બદલી, પટેલ નવા કમિશનર

jamnagar-commissioner-changed-the-barad-patel-new-commissioner

દેવભૂમિ દ્વારકાના કલેકટર અને ડીડીઓ પણ બદલાયા

જામનગર:-રાજયમાં 19 આઈએએસ અધિકારીઓના બદલીના આદેશ ગઈકાલે થયાં હતાં, તેમાં જામનગરના મ્યુનિસિપલ કમિશનર આર.બી.બારડ  અને દેવભુમિ દ્વારકાના કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ગઈકાલે મોડી સાંજે 19 સનદી અધિકારીઓની બદલી કરવા હુકમ કર્યો હતો, જેમાં જામનગરના મ્યુનિસિપલ કમિશનર આર.બી.બારડની બદલે નવા કમિશ્નર તરીકે ગાંધીનગરથી એસ.એ.પટેલને જામનગરના મ્યુનિસિપલ કમિશનર તરીકે મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં કલેકટર જે. આર. ડોડીયાની પણ બદલી કરવામાં આવી છે. તેમના સ્થાને નરેન્દ્રકુમાર મીણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેકટર તરીકે મુકવામાં આવ્યા છે. દેવભુમિ દ્વારકા જિલ્લાના ડીડીઓ આર.આર.રાવલની પણ બદલી કરાઈ છે, તેના સ્થાને મનીષ કુમાર દેવભુમિ દ્વારકા જિલ્લાના ડીડીઓતરીકે નિમાયા છે.  આગામી લોકસભા ચૂંટણી પૂર્વે રાજ્ય સરકાર દ્વારા હાલાર પંથકમાં અધિકારીઓની અચાનક જ બદલી કરાતાં આશ્ર્ચર્ય સર્જાયું છે. જામનગર કમિશ્નરની બદલી કરીને મહીસાગર જિલ્લા કલેકટર તરીકે મુકાયા છે, તેવોને સ્થાને ગાંધીનગર થી એસ.એ.પટેલ ને મુકવામાં આવ્યા છે.

બારડ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જીલ્લાના જીલ્લા વિકાસ અધિકારી આર.આર.રાવલ ડીડીઓ ગાંધીનગર તરીકે મુકવામાં આવ્યા છે.તેવોને સ્થાને મનીષકુમાર કે જેઓ હાલ સુરેન્દ્રનગર જીલ્લા વિકાસ અધિકારી છે તેને મુકવામાં આવ્યા છે.દ્વારકા જીલ્લા ના કલેકટર જે.આર.ડોડીયાની બદલી જોઇન્ટ સેક્રેટરી ટ્રાઈબલ ડેવલોપમેન્ટ તરીકે કરવામાં આવી છે અને તેઓને સ્થાને દ્વારકા કલેકટર તરીકે ડો. નરેન્દ્રકુમાર મીણાને મુકવામાં આવ્યા છે.

Related posts

મોરારિબાપુની વિવાદિત ટીપ્પણી મુદ્દે ક્ષત્રિય સમાજમાં ઉકળતો ચરૂ

Nawanagar Time

જામનગરમાં લેઉવા પટેલ સમાજનો ઐતિહાસિક સમૂહ ભોજન

Nawanagar Time

હવે ટીક..ટીક.. કરશે ભાજપની ‘ચોકાદીર ઘડિયાળ’

Nawanagar Time

Leave a Comment