Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર કોંગ્રેસના ‘ચાણક્ય’ એટલે વિક્રમ માડમ

jamnagar-congress-chanakya-means-vikram-madam

કેટલાય ધુરંધરો આવ્યા ને ગયા છતાં વન મેન આર્મી વિક્રમભાઇ માડમે કોંગે્રસને અડિખમ રાખી : ત્રણ દાયકા પછી ચાર બેઠક કોંગે્રસને અપાવવામાં વિક્રમભાઇની કૂનેહ કામ કરી ગઇ

જામનગર:-જામનગર જિલ્લા કોંગ્રેસમાં ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ વન મેન  તરીકે ગણતરીમાં મુકાય છે. વિક્રમભાઇ હજૂ સુધી ભાજપના પ્રલોભનમાં આવ્યા નથી અને એટલે સુધી કે કોંગે્રસ જિલ્લા પ્રમુખના હોદ્દા ઉપર નથી તો પણ તેની આગેવાનીમાં ત્રણ દાયકામાં કોંગ્રેસને કયારેય નથી મળી એટલી વિદ્યાનસભાની ચાર બેઠક જીતી હતી. થેન્કસ ટુ પૂર્વ સાંસદ વિક્રમ માડમ તાત્કાલિક મંત્રી મુળુભાઇ બેરા સાથેની હારને  બીજા જ દિવસે તૈયારીમાં લાગી જઇ નેકસ્ટ ટર્મમાં ભાણવડ સીટ ઉપર મુળુભાઇને મહાત આપી હતી, ત્યાર પછી પાછું વાળીને જોયું નથી એટલે સુધી ખંભાળિયાના સભામાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વિક્રમ માડમના વખાણ કરવા પડયા હતાં. પછીનો ઇતિહાસ લોકજીભે રમે છે. બબ્બે વાર જામનગરના સાંસદ બન્યા પછી વિક્રમભાઇ મોદી  તેમની જ ભત્રીજી પૂનમબેન માડમ સામે હારી ગયા, ત્યાર પછી પણ મેદાન ના છોડયું અને પછીની વિધાનસભાની ચૂંટણીમાં એક ડગ પાછું ચાલીને ખંભાળિયાના ધારાસભ્ય ચૂંટાઇ આવ્યાં.

20-20 વર્ષોની રાજકીય કારકીર્દીમાં અનેક અડચણો, પ્રલોભનો આવીને ગયા પરંતુ વિક્રમભાઇ અડગ જ રહ્યાં આજે પણ કોંગ્રેસ પક્ષ સાચવીને બેઠા છે. રાજયસભાની ચૂંટણી  વિક્રમભાઇ માડમ કોંગે્રસ છોડે છે… છોડે છે… એવી અફવાઓ ચાલી હતી, એ અફવા માત્ર ગળગોળા સાબિત થઇ વિક્રમભાઇ લડવૈયા છે તે જામનગરની જનતા તો ઠીક ખુદ વડાપ્રધાન મોદી સુપેરે જાણે છે. 2006માં આમિરખાનની ફિલ્મ ફના પુરા ગુજરાતમાં પ્રદર્શિત નહોતી, ત્યારે એક માત્ર અંબર સિનેમામાં ફના ફિલ્મ રિલીઝ થઇ હતી અને ત્યારે વિક્રમ માડમે આખી ભાજપ સરકાર સામે રોષ વ્હોરીને હિંમત દાખવી હતી. બીજું ઉદાહરણ સીધે-સીધા નરેન્દ્ર મોદી સામેના જંગના મંડાણ કરીને વિક્રમ માડમ છવાઇ ગયા હતાં. તત્કાલિન પીએમ નરેન્દ્ર મોદીને દ્વારકાથી સદભાવના ઉપવાસ શરૂ કર્યા હતાં. ત્યારે વિક્રમ માડમે એકલ  તે જ દિવસે દ્વારકામાં મોરચો માંડયો હતો અને તેની તાકાતનો પર્ચો બતાવી આપ્યો હતો. મોદીની સભામાં જેટલા સરકારી ખર્ચે માણસો હાજર રહ્યાં હતાં. તેનાથી વિક્રમભાઇની સભામાં અમુક જ સંખ્યા ઓછી હતી. આવું કલેજુ કોઇનું હોય? આખી સરકાર સામે અને એક માત્ર કોંગે્રસી સાંસદ હાલની એનડીએ સરકારના મુખિયા વડાપ્રધાન નરેન્દ્ર  સામે કોઇ સાંસદ મંત્રી ઉંચો અવાજ કરવાની હિંમત નથી કરતાં ત્યારે યુપીએની સરકારમાં વડાપ્રધાનપદે આરૂઢેલા ડો. મનમોહનસિંહે જેનું ઉદ્દઘાટન કર્યુ હતું તે ક્રેન ઇન્ડિયા કાું. સામે વિક્રમભાઇએ લાંબી લડત ચલાવી હતી અને આખરે ખેડૂતોને હક્ક અપાવ્યો હતો.

ધારાસભ્ય રાઘવજી પટેલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા કોંગ્રેસ છોડી ભાજપમાં જતાં રહ્યાં ત્યારે કોંગ્રેસ  સમયે જામનગર જિલ્લામાં નામશેષ થઇ જવાના આરે પહોંચી ગઇ હતી, ત્યારે વિક્રમભાઇ મેદાનમાં આવ્યા અને શતરંજની બાજી એવી તો બિછાવી કે ત્રણ દાયકામાં જેટલી ધારાસભાની બેઠક કોંગ્રેસ નથી જીતીએ છેલ્લી ચૂંટણીમાં કોંગે્રસના હાલારમાં ચાર સભ્યો ચૂંટાઇને આવ્યા એ વીધી કૂનેહ પાછળ વિક્રમભાઇનું ભેજુ કામ કરી ગયું. આમ પણ માડમ  રગેરગમાં રાજકારણ વહે છે. વિધાનસભાની ચૂંટણી પત્યા બાદ વિરોધ પક્ષના નેતા બનવા વિક્રમભાઇ માડમ સૌથી મોટા દાવેદાર ગણવામાં આવતા હતાં. જામનગર જિલ્લાનું રાજકારણ, મતદારોના મૂડ, જ્ઞાતિ સમીકરણ કોંગ્રેસમાં સૌથી વધુ વિક્રમભાઇ માહિતગાર છે. જિલ્લામાં સૌથી વધુ મતદારો પટેલ જ્ઞાતિના છે. તો પણ આહિર હોવા છતાં માડમ બે વાર સાંસદ  ચુક્યા છે. આ વખતે વિક્રમભાઇ લોકસભા ચૂંટણી લડવાના નથી એવું ઠેબાની હાર્દિક પટેલની સભામાં જાહેર કરી ચુકયા છે. સાથો સાથ આજીવન કેશરિયો પહેરવાના નથી એટલે આજીવન કોેંગ્રેસી જ રહેવાના છે.

કોંગ્રેસમાંથી ગમે એ ઉમેદવાર આવે, વિક્રમભાઇ એને મદદ કરશે. એક પ્રકારે માડમ જામનગર જિલ્લાના ચાણકય ગણાય છે કોંગ્રેસ હાર્દિક  ચૂંટણી લડાવે તો પણ વિક્રમભાઇની મદદ વિના જીવવું મુશ્કેલ બની રહેશે.

રીવાબા લડે તો વિક્રમભાઈ ફરી મેદાને?

વિક્રમભાઇ લોકસભાની ચૂંટણી નહીં લડે એવું જાહેર કરી ચૂકયા છે પરંતુ રિવાબા જાડેજાને ભાજપ ટિકીટ આપે તો કદાચ વિક્રમભાઇ માડમ પણ ચૂંટણી જંગમાં ઝુકાવે એવું રાજકીય પંડિતોમાં ચર્ચા ચાલી રહી છે.

Related posts

ધ્રોલ નગર5ાલિકા દ્વારા કરોડોના વિકાસ કામોને બહાલી

Nawanagar Time

ખંભાળિયામાં દેશી ઘીની હરરાજી શરૂ

Nawanagar Time

ચોથાં પ્રયત્ને સીએ પાસ કરનાર જીજ્ઞેશ નિર્મળ વિરૂદ્ધ સીએમને વિપક્ષની રાવ

Nawanagar Time

Leave a Comment