Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરના કોંગી કાર્યકરો જયંતિભાઇની અગેવાનીમાં જન સંકલ્પ રેલીમાં ભાગ લેવા જશે

jamnagar-congress-workers-will-take-part-in-jan-sankalp-rally-in-the-jayantibhai-area

જામનગર:-કોંગ્રેસ દ્વારા આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર, અડાલજ ખાતે વિશાળકાય જન સંકલ્પ રેલીનું આયોજન કરવામાં આવ્યું  આ રેલીમાં ગામેગામથી લોકો ઉમટી પડશે. જામનગર જિલ્લા અને શહેરમાંથી જામનગર કોંગ્રેસ સમિતિ-જયંતિભાઇ સભાયાની આગેવાની હેઠળ 15 બસ ભરીને કાર્યકરો જન સંકલ્પ રેલીમાં ભાગ લેવા જઇ રહ્યા છે. આ માટેની તૈયારીઓ જયંતિભાઇની નેતૃત્વ હેઠળ થઇ રહી છે.

અડાલજના ત્રીમંદિર ખાતે આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ જન સંકલ્પ રેલીનું આયોજન થઇ  છે. કોંગ્રેસની આ રેલીમાં આગેવાનો રાજ્ય અને કેન્દ્ર સરકાર ઉપર પ્રહારો કરશે. આ રેલીમાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડશે. જામનગરથી જયંતિભાઇ સભાયાની આગેવાનીમાં 15 બસ, 35થી 50 ફોર વ્હીલર અને અંદાજે 1200થી 1500ની જન્મેદની તેમજ  કાર્યકરો રેલીમાં ભાગ લેવા જશે. આ રેલીમાં જામનગરથી જામનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જે.ટી. પટેલ,  નેતા અલ્તાફ ખફી, જામનગર કોંગ્રેસ શહેર પ્રમુખ ગીરીશ અમેથિયા, પૂર્વ સાંસદ અને હાલના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ, જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભ ધારવિયા, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કાલરિયા, કાલાવડના ધારાસભ્ય પ્રવિણ મુછડિયા, પુજાબેન નકુમ (જામનગર શહેર કોંગ્રેસ મહિલા પ્રમુખ), જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન માધાણી, મોહનભાઈ સભાયા, દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ  પંચાયતના પ્રમુખ પી. એસ. જાડેજા પણ જોડાશે.

Related posts

જામનગર જિલ્લાના 23 જળાશય ઓવરફલો

Nawanagar Time

કલાકારોના ચિત્રોએ ગૌરવપથનું ‘ગૌરવ’ વધાર્યું

Nawanagar Time

આંદોલન કેટલા પ્રકાર અને તેની શરતો મામલે મંગાઈ માહિતી

Nawanagar Time

Leave a Comment