Nawanagar Time
જામનગર

લોકસભા ચૂંટણી પૂર્વે જામનગર કોંગ્રેસનું ઘર ‘સળગ્યું’

Jamnagar Congress's house 'burnt' before Lok Sabha polls

કોંગ્રેસનું બળતું ઘર ઠારવા પ્રભારી જશવંતસિંહ ભટ્ટી જામનગર દોડી આવ્યા: ધારાસભ્ય કાલરિયા અને જિલ્લા પ્રમુખ જે.ટી. પટેલે મનમાની કરી જામજોધપુર શહેર તાલુકા પ્રમુખ બદલી નાખતાં ભડકો: ર00 કાર્યકરો સાથે રાજીનામું આપવાની ચિમકી

જામનગર:-જામનગરમાં લોકસભા ચુંટણી પૂર્વે જ જિલ્લા કોંગે્રસમાં ભડકો થયો છે, જામજોધપુરના ધારાસભ્ય ચિરાગ કલરીયાની મનમાની કરી શહેર અને તાલુકા ભાજપના પ્રમુખને રાતોરાત બદલાવી નાખી નવા પ્રમુખ તરીકે ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા લોકોને બેસાડી દેતાં આજે જામનગરમાં કોંગ્રેસ કારોબારીમાં હંગામો મચી ગયો હતો. સામા પક્ષે કોંગ્રેસમાં લાગેલી આગને બૂઝાવવા પ્રભારી જશવંતસિંહ ભટ્ટી રાજકોટથી દોડી આવ્યા હતાં.

જાણવા મળતી વિગતો મુજબ, જામનગર જિલ્લા કોંગ્રેસમાં લોકસભા ચૂંટણી પૂર્વે જ ભડકો થયો છે. જામજોધપુર ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા સંગઠ્ઠન માળખામાં મનમાની ચલાવી જૂના જોગીઓને ફગાવી દઈ નવા અને એ પણ ભાજપમાંથી આવેલાં લોકોને સંગઠ્ઠનમાં બેસાડી દેતાં આજે કોંગી કાર્યકરોએ કોંગ્રેસની કારોબારી બેઠક સમયે જ હંગામો મચાવી દીધો હતો. આ ઉપરાંત જિલ્લા પ્રમુખ જે.ટી. પટેલ કાર્યકરોના ફોન ઉપાડતાં ન હોવાની પણ પ્રભારી સમક્ષ ફરિયાદ કરવામાં આવી હતી.
વધુમાં જામજોધપુર કોંગ્રેસના અગ્રણી રમણિકભાઈએ પ્રભારી સમક્ષ નારાજગી વ્યકત કરી જણાવ્યું હતું કે, જો ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની મનમાની બંધ નહીં થાય અને અમારી માંગ નહીં સંતોષાય તો એક સપ્તાહમાં 200 જેટલા સભ્યોના રાજીનામા આપી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જેને લઇને રાજકોટથી જિલ્લા પ્રભારી જામનગરમાં દોડી આવ્યા છે.
બીજી તરફ લોકસભા ચૂંટણી પૂર્વે જ જામનગર શહેર જિલ્લા કોંગ્રેસમાં આગના લબકારા ઊઠવા લાગતાં રાજકોટથી આવેલાં પ્રભારી જશવંતસિંહે કોંગી કાર્યકરો, આગેવાનો, હોદ્દેદારો વગેરેને હાથ જોડી વિનંતી કરી હતી કે, હવે વિખવાદ ભૂલો અને ચૂંટણીની તૈયારીના કામે લાગો.

Related posts

ગરીબોને ભોજન-સહાયની સરવાણી થકી સંકટમાં સાથ આપતા સેવાભાવીઓ

Nawanagar Time

વાડીમાંથી 130 બોટલ દારૂ ઝડપી લેતી લોકલ ક્રાઈમ બ્રાંચ, બેની ધરપકડ

Nawanagar Time

જામનગરમાં શિયાળે ઉનાળો: 37 ડીગ્રી

Nawanagar Time

Leave a Comment