Nawanagar Time
જામનગર

જામનગર કોર્પોરેશન દ્વારા ટેક્સ વસુલાતની સામે GIDC ના ઉદ્યોગકારોનો વિરોધ..

જામનગરના જીઆઈડીસી વસાહત ફેસ-૨ અને ફેસ-૩ વિસ્તારમાં અનઅધિકૃત રીતે પ્રોપર્ટી ટેક્સની વસુલાત સામે જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન (દરેડ) દ્વારા હાઈકોર્ટના આદેશની અવગણના થઈ રહી હોવાનું જણાવી ટેક્સ વસુલાતનો વિરોધ કર્યો છે.

એસોસિએશને મ્યુનિ. કમિશ્નરને પાઠવેલા આવેદન પત્રમાં જણાવ્યા પ્રમાણે તા. ૩-૫-૧૮ના દિને ગુજરાત હાઈકોર્ટમં સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન દાખલ કરવામાં આવી છે. તે અરજીના અનુસંધાને ગુજરાત હાઈકોર્ટે તા. ૧૦-૬-૧૮ ના દિને આદેશ આપ્યો છે. જેની જાણ મનપાને કરવામાં આવી જ છે. તેમ છતાં તા. ૨૪-૧૨-૧૮ ના સાંજે મહાનગર પાલિકા દ્વારા પ્રોપર્ટી ટેક્સની વસુલાત માટે મોબાઈલ વાન એનાઉન્સમેન્ટ સાથે ફરતું હતું, અને પત્રિકાનું વિતરણ પણ કરાયું હતું.

આ વિસ્તારના ઉદ્યોગકારોએ ટેક્સ ભરવા માટેનો મનાઈ હુકમ ચાલુ હોવાથી આ પ્રકારે ઉઘરાણી કરવાની હિલચાલ ઉદ્યોગકારોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે. મહાનગર પાલિકાની ટેક્સ શાખાને કાયદાની અમલવારી કરવાની સૂચના આપવા એસોસિએશને માંગણી કરી છે.

Related posts

મસીતિયા ગામે પિતા-પુત્રોએ વૃદ્ધ પર હુમલો કરી માર માર્યો

Nawanagar Time

જામનગરના અગ્રણી આર.કે. શાહ વિરૂદ્ધ સીઆઈડીમાં ફરિયાદ

Nawanagar Time

જામનગરમાં 140 વીજ જોડાણમાં ચેકિંગ, 26 વીજગ્રાહકો ગેરરીતિ કરતાં ઝડપાયા

Nawanagar Time

Leave a Comment