Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર કોર્પોરેશનની લેબર-લિગલ શાખાના ભોપાળાં છતું કરતું ઓડિટ

jamnagar-corporations-laboratory-legal-audit-reveals

લિગલ શાખા અને લેબર શાખાની લાપરવાહ જેવી નીતિના કારણે જામનગર મહાનગરપાલિકાને આંકી ન શકાય તેવું નુકશાન

જામનગર:-રાજ્ય  અને કેન્દ્ર સરકારના વહીવટી ગોટાળા નાણાકીય કૌભાંડોના પર્દાફાશ જેમ કેગ (ક્ધટ્રોલર એન્ડ ઓડીટર જનરલ)ના રિપોર્ટમાં બહાર પડે છે તેમ કોર્પોરેશનની અનેક ગંભીર ગેરરિતીઓ ઓડીટમાં ખુલ્લી પડે છે તેમાં વધુ તપાસ કરતા લેબર શાખા અને લીગલ શાખાના અનેક ભોપાળા છતાં થયા છે તેના જવાબદાર એવા પુર્વ કર્મચારીના પુત્રની ઘોર બેદરકારી  પ્રકારે છાવરવામાં આવે છે અને કોર્પોરેશનને ન્યાયીક પ્રક્રિયાઓમાં ખુબ જ નુકસાન અને વિલંબ થઇ રહ્યા છે ખુબ જંગી ખર્ચ થઇ રહ્યા છે, તેમાં સમયનું નુકસાન એવુ થાય છે કે જેની નાણા સાથે સરખામણી ન થાય આ બાબતે જવાબદાર અધીકારી પાસેથી વસુલાત કરવાની જોગવાઇ છે પરંતુ ઓડીટ વિભાગ અરીસા જેવા  ઓડીટ પેરા કાઢે છે છતાં આ વિભાગનો ઠીક કમિશ્નર કે સ્ટેન્ડીંગ કમીટી પણ ગંભીરતા દાખવતા નથી, માટે કંઇ પગલા લેતા નથી માટે ‘ફોસી’ ગણાતો આ બ્રાંચનો અધિકારી ‘સાવજ’ થઇ ગયો છે. શરૂઆતમાં ડરી-ડરીને, ફુંકી ફુંકીને કામ કરતો, ચીવટ રાખતો, ડીએમસી કે કમીશ્નરના ઠપકા કે મેયર-ચેરમેનની સુચનાને ગંભીરતાથી લઇ પ્રકરણ  ન થાય ત્યાં સુધી ઓફિસ ન છોડતો આ અધિકારી હવે ગમે ત્યારે ગમે તેવા જવાબ તેના ઉપરી અધિકારીને આપી દે છે, ફાઇલ  ઉપર નોંધ સમયસર મુકતા નથી, કમીટી, કમીશ્નર સમક્ષ ગંભીર પ્રકરણો મુકતા નથી, લગલ એડવાઇઝરોની પુરતી સલાહ લેતા નથી, પોતે કાયદાના અભ્યાસ કરી તે મુજબ પ્રકરણો ચલાવતા નથી  સરવાળે કોર્પો.ને નુકસાન કરે છે તેવા ઢગલા બંધ કિસ્સા રેકર્ડ ઉપર આવ્યા છે.

કોર્ટના ઓર્ડરના નેવુ દિવસમાં અમલ કરવા ફરજીયાત છે નહી તો સામેની પાર્ટીને કોર્પોરેશન સામેની આગળની લડત મસાટે મોકળો માર્ગ મળી જાય છે. પરંતુ તેમ છતાં આ બ્રાંચના જવાબદાર પોતે અને તેના સ્ટાફ કોર્ટ ઓર્ડરના તાકીદે અમલ  નથી, એવોર્ડના અમલ કરતા નથી, કરવતા નથી અને જવાબદારી છતી ન થાય માટે (ઓડીટ શાખાને નોંધ કરી કે) લીગલ શાખાએ અને લેબર શાખાને પરચુરણ અરજી કરી અને ઉપર -ઉપર અરજી કરી એવું દર્શાવ્યુ કે અનેક અરજી કરી છે. અદાલતી કેસોની સંખ્યા કોર્પોરેશનની થોકબંધ વધતી જ જાય છે, તેના નિકાલ  નથી, મુદ્દતોને અપીયર થવા જંગી ફી ચુકવવી પડે તે તો ફરજીયાત છે પરંતુ મુદ્દતે અદાલતમાં જરૂરી પુરાવા રજૂ કરાતા નથી, જરૂરી સાહિત્ય પ્રસ્તુત કરાતુ નથી એટલું જ નહીં ચુકાદા આવ્યા બાદ સમય મર્યાદામાં અપીલ કરાતી નથી, અનેક કિસ્સામાં તાત્કાલીક મનાઇ હુકમ મેળવવા કંઇ જહેમત ઉઠાવાતી નથી આમ એકંદર આ  જવાબદાર અધિકારી આપતો ‘સાવજ’ થઇ કોર્પોરેશનને જંગી નુકસાન કરી રહ્યા છે અને કોર્પો. સામે કેસ કરનારાઓને ઇન ડાયરેકટ ફાયદો કરાવી રહ્યા છે તે પણ કોર્પોરેશનનો તગડો પગાર ખાઇને…!!

કયારેય કોર્પો.ની તરફેણમાં ચૂકાદા આવ્યા નથી-લાખો રૂપિયા ચૂકવવા પડયા છે

આ બ્રાંચની ઘોર બેદરકારીથી કયારેય કોર્પોરેશનની તરફેણમાં ચુકાદા આવી શકતા નથી  તે મુજબની દલીલ-પુરાવા થતા નથી જો કયારેક તરફેણમાં ચુકાદો આવે તો સામેની પાર્ટી અપીલ કરી દે ત્યાં સુધી ‘અંધારા’માં રહે છે જે એક પ્રકારની મદદ જ કરી ગણાય તે અનેક કિસ્સામાં તો કોર્ટ ઓર્ડરના અમલી ન કરાતા નાણાકીય નુકસાન થાય છે એક કર્મચારીને 1 લાખથી વધુ તો વ્યાજ ચુકવવુ  હતું.

Related posts

જામનગરમાં જાહેરનામા ભંગની પાંચ ફરિયાદ

Nawanagar Time

એમ્યુઝમેન્ટ પાર્કમાં સામૂહીક યોગ- આસનો કરતા 125 જેટલા શહેરીજનો

Nawanagar Time

સોશિયલ મીડિયાની પ્રેમજાળમાં ફસાઈ દ્વારકાની સગીરા

Nawanagar Time

Leave a Comment