Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની કોર્ટમાં લાખોના ખર્ચે વસાવાયેલા કિયોસ્ક મશીન બંધ

jamnagar-court-adjourned-the-kiosk-machine-which-was-settled-at-a-cost-of-millions

જિલ્લા કોર્ટમાં એક જ કિયોસ્ક ચાલુ : અન્ય કોર્ટમાં વકીલોની સુવિધા-સુખાકારી માટે લગાવાયેલા કિયોસ્ક બંધ થતાં કેસની તારીખો અને વિગતો મેળવવામાં હેરાનગતી

જામનગર:-જામનગર જિલ્લાની જુદી-જુદી કોર્ટમાં વકીલો અને અરજદારોની સુવિધા સુખાકારી માટે   આદેશ મુજબ લાખોના ખર્ચે લગાવાયેલા કિયોસ્ક મશીન લગાવાયા છે. જેમાં જિલ્લા કોર્ટમાં એક જ કિયોસ્ક ચાલુ છે જયારે અન્ય કોર્ટમાં છેલ્લા ઘણાં સમયથી બંધ હોવાથી કેસની તારીખ અને કેસનું સ્ટેજ જાણવામાં વકીલોને દોડાદોડી કરવી પડે છે આ સંજોગોમાં લાખેણા કિયોસ્ક શા માટે બંધ રખાયા છે ? તે સો મણનો  છે.

જાણવા મળતી વિગતો મુજબ સરકાર દ્વારા ઓનલાઇન કામગીરીને વેગ આપવા તમામ ઓફિસોમાં રોંજીદી કામગીરી ઓનલાઇન બનાવી છે ત્યારે હાઇકોર્ટના આદેશ મુજબ વકીલો અને અસીલોને કોર્ટ કેસની માહિતી તુરંત મળી રહે તે માટે તમામ કોર્ટમાં કિયોસ્ક લગાવવામાં આવ્યા છે જે અંતર્ગત જામનગર જિલ્લામાં પણ કિયોસ્ક મશીન મુકવામાં આવ્યા છે  જામનગર જિલ્લા કોર્ટમાં મુખ્ય દરવાજા પાસે કિયોસ્ક રખાયું છે. જે હાલ કાર્યરત છે. જયારે અન્ય સિવિલ કોર્ટ બિલ્ડિંગ, ફાસ્ટ ટ્રેક કોર્ટ બિલ્ડીંગ અને ફેમેલિ કોર્ટમાં રાખવામાં આવેલ લાખ્ખોની કિંમતના આ મશીન ધૂળ ખાય છે.

સરકાર દ્વારા વકીલોને કેસની આગામી તારીખ કે કેસ કયા સ્ટેજ પર છે તે જોવા માટે  વિવિધ જગ્યાઓ પર લાખ્ખોના ખર્ચે મશીન પૂરા પાડવામાં  આવ્યા છે. જે મશીનો કોઇને કોઇ કારણોસર બંધ હાલતમાં જોવા મળી રહ્યાં છે. કોર્ટ કાર્યવાહીની તમામ વિગતો અરજદાર અને વકીલ જોઇ શકે તે માટે હાઇકોર્ટ દ્વારા મહત્ત્વની ગણાતી આ સવલત પૂરી પાડવામાં આવી છે. જિલ્લા કોર્ટ કેમ્પસ્માં અંદાજિત પાંચ મશીન લાખ્ખોના  મૂકવામાં આવ્યાછ છે.

જેમાંથી ભાગ્યે જ એકાદ મશીન હાલ કાર્યરત છે. સરકાર દ્વારા તમામ પ્રક્રિયા વર્ષ  2016 બાદ કરવામાં આવતાં જામનગરને પણ અદ્યતન સુવિધા પ્રાપ્ત થઇ છે. જેનો મહત્તમ લાભ જુનિયર વકીલો લેતાં હોય છે. પરંતુ હાલ આ સમગ્ર સેવા બંધ હાલતમાં હોય તમામ જુનિયર્સને પણ મુશ્કેલીનો સામનો કરવો  છે. આ સેવા તમામ જગ્યાએ બંધ હાલતમાં હોય છે. તેમ છતાં સત્તાધિશ કોઇ ધ્યાન આપતાં નથી. લાખ્ખોના ખર્ચે વસાવેલા આ મશીન આજે ધૂળ ખાઇ રહ્યાં છે. આખરે સત્તાધીશો દ્વારા બંધ હાલતમાં પડેલા મશીનો કયારે શરૂ કરવામાં આવશે? આ લાખ્ખોની કિંમતના મશીનો શરૂ કરવા માટે જવાબદારો કોની રાહ જોઇ રહ્યાં  આખરે વકીલોને આપવામાં આવેલી ઓનલાઇન પદ્ધતિની સવલતોનો તેઓ ક્યારે ઉપયોગ કરી શકશે?

Related posts

ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા ઝડપાયા તો હવે આવી બન્યું, ક્યારેય નહીં મળે આ મહત્વની વસ્તુ

Nawanagar Time

પતિના ત્રાસથી કંટાળી સમાધિ લેવા નીકળેલી મહિલાને બચાવતી ટીમ 181

Nawanagar Time

જામનગર શહેર-જિલ્લામાં કોરોના પાછળ 3.50 કરોડનો ખર્ચ

Nawanagar Time

Leave a Comment