Nawanagar Time
ગુજરાત જામનગર

જામગઢકા બેવડી હત્યા મામલે સાતને જન્મટીપની સજા ફટકારતી જામખંભાળિયા સેસન્સ કોર્ટ

jamnagar-court-sentenced-seven-people-to-life-imprisonment-in-double-murder-case

કાકા-ભત્રીજીએ પ્રેમલગ્ન કરવાના ચકચારી બનાવમાં ખંભાળિયા સેસન્સ કોર્ટનો ચૂકાદો

જામનગર:-દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર નજીક આવેલાં જામગઢકા ગામે કાકા-ભત્રીજીએ  કરતાં યુવતિના માતા-પિતા અને કાકા-કાકી સહિતના સાત શખસોએ બન્નેને મોતને ઘાટ ઊતારી દેતાં આ બેવડી હત્યા કેસમાં આજે ખંભાળિયા સેસન્સ કોર્ટે સીમાચિન્હરૂપ ચૂકાદો આપી સાતે’યને જન્મટીપની સજા ફટકારતા સનસનાટી મચી જવા પામી છે.

જાણવા મળતી વિગતો મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચકચાર જગાવનાર જામકલ્યાણપુર તાલુકાના જામગઢકા ગામે કૌટુંબિક કાકા અને  લગ્ન કરી લીધાં હતાં. દેશના અન્ય રાજ્યોમાં બનતા બનાવોની જેમ જ આ બનાવમાં પણ પરિવારજનોએ ઓનર કિલિંગની જેમ બન્નેને મોતને ઘાટ ઊતારી દેતાં સમગ્ર હાલારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

દરમિયાન આજે જામખંભાળિયા સેસન્સ કોર્ટમાં ઓનર કિલિંગનો આ કેસ ચાલી જતાં અદાલતે આ બેવડી હત્યા પ્રકરણમાં યુવતિના માતા-પિતા અને  સહિતના સાત શખસોને આજીવન કેદની સજા ફટકારી હતી.

વધુમાં જામગઢકા ગામે કાકા અને ભત્રીજીના પ્રેમલગ્ન પ્રકરણમાં યુવતિના માતા-પિતા અને કાકા-કાકી સહિતના સાત લોકો જ્યાં આ પ્રેમી પંખીડાં રહેતાં હતાં, ત્યાં ધસી ગયાં હતાં અને બન્નેને મોતને ઘાટ ઊતાર્યા હતાં. ઓનર કિલિંગના આ ચકચારી પ્રકરણમાં આજે ખંભાળિયા સેસન્સ કોર્ટે બન્ને  સાંભળ્યા બાદ જન્મટીપની સજા ફટકારતાં કોર્ટમાં સન્નાટો વ્યાપી ગયો હતો.

Related posts

જામનગરમાં પોલીસ સતર્ક: સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ

Nawanagar Time

રીક્ષાના શૉ-રૂમમાં આગ લાગતા નાસભાગ, બે રીક્ષાઓ ખાખ

Nawanagar Time

વિકાસ અભેરાઇએ : જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ધૂળ ખાતી 427 અરજીઓ

Nawanagar Time

Leave a Comment