Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર-ધ્રોલ- સિક્કામાં વિદેશી દારૂના ચાર દરોડા, 6 ઝડપાયા

jamnagar-dhrol-four-raids-of-foreign-liquor-6-arrested

વિદેશી દારૂ કબ્જે કરાયો, કડી-કલોલ અને જામનગરના બે સહિત ત્રણ શખ્સો ફરાર : આરોપીઓ રિમાન્ડ

જામનગર:-જામનગર શહેર જિલ્લામાં પોલીસે વિદેશી દારૂ સંબંધિત જુદા જુદા ચાર દરોડા પાડી પાંચ શખ્સોને દારૂના જથ્થા સાથે પકડી પાડી રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. જ્યારે ત્રણ શખ્સો ફરાર જાહેર થતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

જામનગરમાં રામેશ્વરનગર વિસ્તાર પાછળ આવેલ મધુરમ રેસીડન્સી સિધ્ધનાથ બંગલોમાં રહેતા રમેશ  સીંગાણીયા પ્રજાપતી નામના શખ્સના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ઘરની તલાશી લેતા અંદરથી રૂપિયા 30 હજારની કિંમતનો 60 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જોકે દરોડા દરમિયાન આરોપી હાજર મળ્યો ન હતો. પોલીસે દારૂનો જથ્થો કબ્જે કરી આરોપીને ફરાર જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દારૂ  અન્ય એક દરોડો  ધ્રોલ પોલીસે વાણીયા ચોકની બાજુમા રહેતા  હુશેનભાઇ કાસમભાઇ બિંસીદીક, અબ્જલભાઇ ઉર્ફે અબુ કાસમભાઇ બિનસીદીક, સલમાનભાઇ ઉર્ફે સલુ ફીરોજભાઇ ધોરા અને ઇમ્તીયાજભાઇ કાસમભાઇ બીનસીદીક નામના શખ્સોને ઘરે પાડ્યો હતો. આ દરોડા દરમિયાન આરોપીઓના ઘરેથી રૂપિયા 40500ની કિંમતનો 81 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ચારેય  ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ દારૂનો જથ્થો કડી-કલોલના ઇદ્રીશ્ભાઇ અયુબભાઇ શીપા નામના શખ્સ પાસેથી ખરીદ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ આખસને ફરાર જાહેર કરી ચારેય શખ્સોને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડ મેળવી ફરાર શખ્સ સુધી પહોંચવા કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે ત્રણ દરવાજા પાસે એક  વિદેશી દારૂની હેરાફેરી થવાની એલસીબી પોલીસને હકીકત મળી હતી જેના આધારે સ્ટાફે વોચ ગોઠવી જીજે 10 ટીવી 3731 નંબરની રિક્ષાને આંતરી લઈ તલાસી લીધી હતી. જેમાં ઈમરાનભાઈ ઈકબાલભાઈ શેખ રહે-કીશાનચોક મોદીનો વાડો, સુર્યવંશી ચોક નામના રીક્ષા ચાલકના કબ્જામાંથી રૂપિયા 45500ની કિંમતનો 114 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી  પોલોસે આરોપીની રીક્ષા સાથે અટકાયત કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ જથ્થો મચ્છરનગરના કુખ્યાત યશપાલસિંહ ઉર્ફે ગડીયો નરેંદ્રસિંહ જાડેજા નામના શખ્સની સંડોવણી ખુલવા પામી હતી. પોલિસે આ શખ્સને ફરાર જાહેર કરી પકડાયેલા શખ્સના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે જામનગર નજીકના મુંગણી ગામે સિક્કા પોલીસે દરોડો  મોહનભાઇ ઉફે મોહનો મગનભાઇ પરમાર નામના શખ્સને પાંચ બોટલ દારૂ સાથે પકડી પાડ્યો હતો. પોલીસે આ શખ્સની ધરપકડ કરી પ્રોહીબિશન ધારા મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

મુંબઇમાં બ્લાસ્ટ કેસમાં મમુમિંયા અને તેના ભાઇએ કેસમાંથી ડિસ્ચાર્જ કરવા સુપ્રીમમાં અરજી કરી

Nawanagar Time

ભાજપની બળવાખોર રાજનીતિ વચ્ચે પણ જામનગર જિ.પં.માં કોંગે્રસે સત્તા ટકાવી

Nawanagar Time

જામનગરમાં ‘પંજો’ 36 હજારમાં ’ગ્યો

Nawanagar Time

Leave a Comment