Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લામાં સતત બીજા દિવસે વીજદરોડા યથાવત

jamnagar-district-continued-to-remain-in-power-for-the-second-consecutive-day

જામનગર-લાલપુરમાંથી રૂા. 60.63 લાખની વીજચોરી ઝડપાઇ: આજે કાલાવડ, ધ્રોલ અને જોડીયામાં 42 ટીમ ત્રાટકી

જામનગર:-જામનગર શહેર અને જિલ્લામાં વીજચોરી પકડી પાડવા પીજીવીસીએલ દ્વારા ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. જેમાં લાલપુરના વીરપુર ગામે પથ્થર કાપવાની શારડીમાંથી રૂા. 31 લાખની વીજચોરી ઝડપાઇ હતી. જ્યારે જામનગર શહેરમાંથી રૂા. 29.63 લાખની ગેરરીતિ જણાઇ આવતાં દંડનિય કાર્યવાહી કરાઇ હતી. આજે ધ્રોલ, કાલાવડ અને જોડિયા પંથકમાં 42 ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

હાલારમાં મોટાં પ્રમાણમાં વીજચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોના પગલે વીજકંપની દ્વારા અવારનવાર ચેકિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવે છે. જેમાં ગઇકાલે સમાણા સબડિવિઝન હેઠળ આવતાં લાલપુર તાલુકાના વીરપુરમાં જીયુવીએમએલની ત્રણ ટૂકડીઓ તથા ડીવાય.એસ.પી. પી. એ. ઝાલાની ટીમે પથ્થર કાપવાની શારડીમાં બિનઅધિકૃત રીતે લંગરથી થતી વીજચોરી ઝડપી આસામીને રૂા. 31 લાખનું બિલ ફટકારવામાં આવ્યું હતું.

આ ઉપરાંત શહેરના કાલાવડ નાકા, દેવુભાનો ચોક, ગુલાબનગર, બેડી બંદર રોડ, માધાપર ભુંગા સહિતના વિસ્તારોમાં 37 ટૂકડીઓ દ્વારા 102 વીજ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપી લઇ રૂા. 29.63 લાખની દંડનિય કાર્યવાહી કરાઇ હતી.

જ્યારે આજે વ્હેલી સવારથી જ ધ્રોલ, કાલાવડ અને જોડિયા પંથકમાં પીજીવીસીએલની 42 ટૂકડીઓ ત્રાટકી હતી અને ઘર વપરાશ તથા ખેતીવાડીના વીજ કનેક્શનો તપાસવામાં આવ્યા છે. વીજ ટૂકડીઓ સાથે કોઇ અનિચ્છનિય બનાવ ન બને તે માટે 15 જીયુવીએનએલ, પોલીસ, 20 એક્સ આર્મીમેન તેમજ 4 વિડિયોગ્રાફરો દ્વારા સમગ્ર વીજચેકિંગ કામગીરીની વિડિયોગ્રાફી પણ કરાવવામાં આવી છે. આજે હાજ ધરાયેલી ચેકિંગ કામગીરીમાં પણ લાખ્ખો રૂપિયાની ગેરરીતિ ઝડપાય તેવી શક્યતાઓ સૂત્રોએ વ્યક્ત કરી છે.

Related posts

કપાસ ખરીદીમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે જંગ છેડતા ભાજપના આગેવાન

Nawanagar Time

જામનગરમાં પરિવાર કોરોનાની ઝપટે ચડ્યું: બે વૃદ્ધના મોત

Nawanagar Time

ખાતર માથે દીવો: કચરામાંથી ખાતર બનાવતું મશીન મહાપાલિકામાં ધૂળ ખાઈ છે!

Nawanagar Time

Leave a Comment