Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લામાં જુગાર રમતા દોઢ ડઝન ઝડપાયા

jamnagar-district-got-one-and-a-half-dozen-gambling-games

જૂદા-જૂદા ચાર દરોડામાં રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો : જામનગરમાં પાંચ શખસો નાશી ગયા

જામનગર:-જામનગર શહેર-જીલ્લામાં પોલીસે જુગાર સંબંધીત જુદા જુદા દરોડા પાડી ગંજીપતા વડે જુગાર રમી રહેલા 19 સખ્સોને પોલીસે આંતરી લીધા છે. પોલીસે તમામ સખ્સોના કબ્જા માંથી રોકડ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જામનગરના નવાગામ ઘેડ  દરોડા દરમિયાન પાંચ સખ્સો નાશી ગયાનું પોલીસમાં જાહેર થયું છે.

શહેર-જીલ્લામાં પોલીસે જુગાર રમતા સખ્સો પર તવાઈ બોલાવી હતી. જેમાં જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલા મહેન્દ્રસિંહ ધીરૂભા ઝાલા રહે નવાગામ ઘેડ મીલન સોસા શેરી નં 1, અશોકભાઈ શરદભાઈ શીંગાળા રહે નવાગામ ઘેડ હનુમાન  વાળા સખ્સો એલસીબી પોલીસના હાથે પકડાઈ ગયા હતા. જયારે ઈશ્વર મનસુખભાઈ મકવાણા રહે નવાગામ ઘેડ, તેજસિંગ કુવરસીંગ ઉર્ફે ટેકસી રહે નવાગામ ઘેડ , સિધ્ધારાજસિંહ ઘનુભા ઝાલા રહે માસ્તર સોસા જામનગર, જગદિશ ઉર્ફે જગો પરમાર રહે નવાગામ ઘેડ, હરૂ સીંધી અનુપમ ટોકીઝ પાસે વાળા પાંચ સખ્સો ફરાર થઇ ગયા હતા.  પકડાયેલા બંને સખ્સોના કબજામાંથી રૂપિયા 12200ની રોકડ અને પાંચ મોટરસાયકલ સહીત રૂપિયા 1,32,200નો મુદ્દામાલ કબજે કરી નાશી ગયેલ સખ્સોની શોધખોળ હાથ ધરી હતી.  જયારે કાલાવડ તાલુકાના આનંદપર ગામે સ્થાનિક ગ્રામ્ય પોલીસે દરોડો પાડી, દરબાર પાડામાં જાહેરમાં જુગાર રમતા યુવરાજસિહ ભરતસિહ જાડેજા, ઉપેંદ્રસિહ દિલિપસિહ જાડેજા, બલદેવસિહ બાબભા જાડેજા, ભગીરથસિહ બાબુભા  રણજીતસિહ પોટુભા જાડેજા, હરદેવસિહ સજુભા જાડેજા,  દિલિપસિહ બટુકસિક જાડેજા, હરદેવસિહ બહાદુરસિહ જાડેજા, અજીતસિહ ભિખુભા જાડેજા, દસરથસિહ જીતુભા જાડેજા રે બધા આણંદ્પર વાળા સખ્સોને પોલીસે રૂપિયા 10050ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડ્યા હતા. જયારે ધ્રોલ તાલુકા મથકે ફૂલવાડી રોડ પર હનુમાન ડેરીની બાજુમાં જાહેરમાં જુગાર રમતા  વસંતભાઇ ગોવીંદભાઇ ચૌહાણ  ગેટ પાસે વાડી વિસ્તાર ધ્રોલ, રમેશભાઇ પરસોતમભાઇ કણજારીયા ધંધો-આર ટી ઓ એજંટ રે- રાધેપાર્ક જોડીયા રોડ ધ્રોલ,  લાલજી ગોવીંદભાઇ ચૌહાણ, રે – પડધરી ગેટ પાસે વાડી વિસ્તાર ધ્રોલ, અનવારલાલ દેવજીભાઇ શ્રીમાળી ધંધો-કડીયા કામ રે-ફુલવાડી રોડ ધ્રોલ, સલીમ હાજીભાઇ લાડક ધંધો-ડ્રાઇવીંગ જાતે-વાઘેર રે-રજવી સોસાયટી ધ્રોલ, મોસીન અબ્દુલભાઇ લોબી રે-મેમણ કોલોની  બાજુમા ધ્રોલ, કાંતીલાલ છગનભાઇ ચૌહાણ રે-ખારવા રોડ રોટીરામ બાપુના આશ્રમ પાછળ વાડીમા, હુશેન શૈયદભાઇ બિનસીદીક રે-ફુલવાડી રોડ ધ્રોલ, વસંતભાઇ સવસીભાઇ ચૌહાણ ધંધો-વ્યાપાર રે-ફુલવાડી રોડ ધ્રોલ વાળા શખ્સોને પોલીસે રૂપિયા 10300ની રોકડ સાથે પકડી પાડ્યા હતા.

Related posts

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ચોવીસ કલાકમાં મેઘરાજાની એન્ટ્રી

Nawanagar Time

મેડિકલ કોલેજના ભાવી તબીબો ગંદકી અને શ્ર્વાનના ત્રાસ વચ્ચે કરે છે અભ્યાસ

Nawanagar Time

લઘુત્તમ તાપમાન 15.5 ડીગ્રી: ઠંડીમાં ઘટાડો

Nawanagar Time

Leave a Comment