Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની આંદોલનાત્મક રેલી

jamnagar-district-panchayat-health-departments-agitational-rally

પુલવામા શહીદોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ: શહીદોવીરો માટે રૂા. 51,000નું ફંડ એકત્ર કરવા કર્મચારીઓનો નિર્ધાર

જામનગર:-જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના ફિકસપે કર્મચારીઓ દ્વારા જમ્મુ-કાશ્મીરના પુલવામા 42 શહીદો પર થયેલ આતંકવાદી હુમલાના વિરોધમાં બે મિનિટનું  પાળી શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી. આજે સવારે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર શહીદવિરો માટે ફંડ એકત્ર કરવા માટે શહીદોને શ્રદ્ધાંજલી દેશ ભકિત ગીતનો કાર્યક્રમ યોજાય ગયો જેમાં રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા શહીદવીરો માટે રૂપિયા 51 હજાર એકત્ર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ બાદ  જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરેલા ફિકસપેના કર્મચારીઓ દ્વારા પગાર વિસંગતતા દૂર કરો જેવા નારા લગાવી રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં જામનગર જિલ્લાના બહોળા પ્રમાણમાં કર્મચારીઓ ડ્રેસકોડમાં જોડાયા હતાં. આરોગ્ય કર્મચારીની રેલી જિલ્લા પંચાયતથી શરૂ થઇ ટાઉન હોલ, ત્રણબતી, અંબર ચોકડી, ગુરૂદ્વારા ચોકડી થઇ પરત  પંચાયત ફરી હતી. આ તકે પ્રમુખ વજુભા પી. જાડેજાએ જણાવ્યું હતું કે કર્મચારીઓના 13 જેટલા પડતર પ્રશ્ર્નો અને મહત્વનો પગાર વિસંગતતાના પ્રશ્ર્ને અમારો પગાર મુદ્દે સરકાર દ્વારા કોઇ નિર્ણય લેવામાં નહી આવે ત્યાં સુધી અમારી અચોક્કસ મુદ્દતની હડતાલ ચાલુ રહેશે.

Related posts

જામનગરમાં બધું રિલાયન્સને પૂછીને કરવામાં આવે છે: હાર્દિક પટેલ

Nawanagar Time

જામ્યુકોના બજેટમાં સુચવાયેલા નવા કરબોજમાં ઘટાડો થવાની સંભાવના

Nawanagar Time

જામનગરના અગ્રણી આર.કે. શાહ વિરૂદ્ધ સીઆઈડીમાં ફરિયાદ

Nawanagar Time

Leave a Comment