Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લા પંચાયતને હાઈકોર્ટની લપડાક: કર્મચારીને તમામ લાભ આપવા આદેશ

jamnagar-district-panchayat-high-court-cracker-employees-to-give-all-the-benefits

માર્ગ-મકાન વિભાગના વર્ગ-3ના કર્મચારીને વર્ગ-4માં મૂકવાના કાર્યપાલક ઈજનેરના મનસ્વી હુકમને કારણે જિલ્લા પંચાયત મુસીબતમાં મૂકાઈ

જામનગર:-જામનગર જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગના વર્ક આસિસ્ટન્ટને વર્ગ-4માં મૂકી દેવાના ચકચારી પ્રકરણમાં હાઈકોર્ટે જિલ્લા પંચાયતને લપડાક લગાવી નિવૃત્તિની આરે ઉભેલા કર્મચારીને  લાભ આપવા આદેશ કરતા જિલ્લા પંચાયતમાં સોપો પડી ગયો છે.

આ કેસની વિગત એવી છે કે, જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગની સબ-ડિવિઝન, ધ્રોલ મુકામેની ઓફીસમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા હર્ષદકુમાર વિઠ્ઠલજી ઠાકર તા.31-12-2015ના રોજ નિવૃત થતાં હોય, તે પૂર્વે જ તેઓને તા.17-12-2015ના હુકમથી કાર્યપાલક ઇજનેર દ્વારા અકુશલ મજુર તરીકેનો  પાયરી ઉપર ઉતારવાનો હુકમ જારી કરતા એચ.વી. ઠાકરે જામનગરના જાણીતા ધારાશાસ્ત્રી મહેશ એ. તખ્તાણી મારફતે હુકમની અમલવારી સ્થગિત કરવાની માંગતી કરતા ગુજરાતની વડી અદાલતે વિવાદાસ્પદ હુકમ સહિતના તેને આનુષંગિક તમામ હુકમોની અમલવારી સ્થગિત કરતો હુકમ તત્ક્ષણ જ જારી કર્યો હતો. કેસનો નિકાલ ઝડપી કરવા અંગેની પીટીશનરની અરજીના આધોર વડી  ન્યાયમૂર્તિ એ.જે. શાસ્ત્રીએ કેસનો આખરી ફેંસલો જારી કરી ચુકાદામાં નોંઘ્યું છે કે, કર્મચારી દ્વારા કોઇ ગેરરજૂઆત કે કોઇ માહિતી છુપાવેલ હોવાનું રેકર્ડ પરથી જણાતું નથી. નિવૃતિના આરે જ ત્રીજા વર્ગના કર્મચારીને ચોથા વર્ગના કર્મચારી તરીકે ગણી, વરસો સુધી ત્રીજા વર્ગમાં બજાવેલ સેવાને અનુલક્ષીને ચુકવાયેલ પગારની રીકવરી કરવાનો હુકમ સાંભળવાની  તક આપ્યા વગર પંચાયતે કરેલ હોય જે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધનો હોવાનું તારણ વડી અદાલતે કાઢયું હતું.

Related posts

જામનગર નજીક તુફાન પલટી જતા પાંચ મુસાફરો ઘવાયા

Nawanagar Time

સુજલામ્ સુફલામ્ અંતર્ગત જોડિયાના અંબાલા ગામે તળાવ ઉંડુ ઉતારવાનો પ્રારંભ

Nawanagar Time

સોશિયલ ડીસ્ટન્સનો ભંગ

Nawanagar Time

Leave a Comment