Nawanagar Time
ગુજરાત જામનગર

ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતોને નાણાં ચુકવવામાં જામનગર જિલ્લો ટોપ-થ્રીમાં

jamnagar-district-top-three-to-pay-for-farmers-purchase-of-peanuts-at-subsidized-prices

જામનગર જિલ્લામાં 74 ટકા ખેડૂતોને નાણાં ચુકવાઇ ગયા.જિલ્લામાં નોંધણી થયેલા 25276 પૈકી 11860 ખેડૂતો પાસેથી મગફળી ખરીદાઇ : 8766 ખેડૂતોને 93.5 કરોડ ચુકવાઇ ગયા

જામનગર:-સમગ્ર રાજયમાં 15 નવેમ્બરે લાભ પાંચમના શુભ મુર્હુતે સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કર્યા બાદ ખેડૂતોને મગફળીના નાણાં ચુકવવામાં સમગ્ર રાજયમાં જામનગર જિલ્લાએ ટોપ થ્રીમાં નંબર મેળવ્યો છે. જામનગર જિલ્લા કલેકટર રવિશંકરના જણાવ્યા મુજબ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી વેંચનાર 11860 પૈકી 8766 ખેડૂતોને રૂા. 93.5 કરોડ જેટલી રકમ ચુકવી દેવામાં આવી છે.

પ્રાપ્ત થતી વિગતો મુજબ સમગ્ર રાજયમાં સરકાર દ્વારા તા. 15 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી હતી. જેમાં જામનગર જિલ્લામાં કુલ 25276 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેંચાણ માટે રજીસ્ટ્રેશન મેળવ્યું હતું જે પૈકી 11860 ખેડૂતોની મગફળી વેંચાણ થઇ ચુકી છે. અને હજુ પણ 13417 ખેડૂતોનું મગફળીનું વેંચાણ બાકી હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.

વધુમાં જામનગર જિલ્લામાં કુલ 11860 ખેડૂતોએ 241239.40 કવીન્ટલ મગફળીનું વેંચાણ કર્યું છે. જેમાં કુલ મળી 11796.91 લાખ રૂપીયાનું ચુકવણું કરવાનું થાય છે. જે પૈકી કલેકટર તંત્ર દ્વારા 8766 ખેડૂતોને 9349.91 લાખનું ચુકવણું કરી દેવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજયમાં ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરી નાણાં ચુકવવામાં રાજકોટ જિલ્લો મોખરે રહયો છે. જયારે બીજા ક્રમે જુનાગઢ જિલ્લો અને ત્રીજા ક્રમે જામનગર જિલ્લો પારદર્શક અને ઝડપી કામગીરી કરી કુલ 11860 પૈકી 8766 ખેડૂતોને 9349.91 લાખની ચુકવણી કરી દેતા અન્ય જિલ્લાઓની તુલનાએ જામનગર જિલ્લામાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.

Related posts

હાલારમાં ઘઉં-ચણાના વાવેતરની તડામાર તૈયારી: રેકોર્ડબ્રેક વાવેતર થશે

Nawanagar Time

હાથરસ દૂષ્કર્મ ઘટનાના વિરોધમાં સત્તાધિશોના પૂતળાનું દહન

Nawanagar Time

શરમ! જામનગર એસ.ટી. ડેપોમાં જાહેરમાં સુ-સુ માટે મુસાફરો મજબૂર !

Nawanagar Time

Leave a Comment