Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જિલ્લામાં પાણી ચોરી ડામવા જાહેરનામું

jamnagar-districts-water-stolen-notification

નર્મદા પાઇપલાઇન મારફત આવતા પાણીની ચોરી તથા દુરઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો

જામનગર:-ચાલુ વર્ષે જિલ્લામાં અમુક વિસ્તારમાં પીવાના પાણીના સંગ્રહ માટે પર્યાપ્ત વરસાદ  થયેલ નહિ હોવાના કારણે જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની જરૂરીયાતને અનુલક્ષીને નર્મદા ડેમનું પાણી પાઇપલાઇન મારફત જામનગર જિલ્લાને આપવાનું આયોજન થયેલ છે. નર્મદા નદીનું આ પાણી કેનાલ એન.સી.-8 હરીપરથી જામનગર, એન.સી.-18 જામનગરથી મોટી ખાવડી, એન.સી.-20 હડાળાથી પાંચદેવડા તથા એન.સી.-21 નાના પાંચદેવડાથી ગોવાણા પાઇપલાઇન મારફત જામનગર જિલ્લામાં આવેલ પાઇપલાઇન મારફત જામનગર જિલ્લાના શહેરો તથા ગામોને પાણી પુરૂ પાડવામાં આવે છે.

સદરહું યોજના દ્વારા અપાતા પાણીનું યોગ્ય વિતરણ થઇ શકે તેમજ પાણી પુરવઠામાં વિક્ષેપ ઉભો ન થાય તે માટે પાઇપલાઇન તથા આનુસાંગિક ઘટકો સંપ, પંપ હાઉસ, એર વાલ્વ, સ્ક્રાવર વાલ્વને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં ન આવે તેમજ પાણીની ચોરી તથા દુરઉપયોગ અટકાવી શકાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયાએ તેમને મળેલ સત્તાની રૂએ જામનગર જિલ્લામાં જે વિસ્તારમાં નર્મદા કેનાલનું પાણી પાઇપલાઇન મારફત પસાર થાય છે તે વિસ્તારમાં પાણી પુરવઠાની પાઇપલાઇનમાં છેદ પાડી કોઇ વ્યક્તિ પંપ દ્વારા, ટેન્કર દ્વારા અગર બીજા કોઇ સાધનો દ્વારા પાણી ભરવા, ભરાવવા, લઇ જવા કે સિંચાઇ માટે ખેંચવા, અન્ય રીતે ઉપયોગમાં લેવા, પાણીની પાઇપ લાઇન સાથે કોઇ વ્યક્તિએ ચેડા કરવા, પાઇપ લાઇનની તોડફોડ કરવા, પાઇપ લાઇનો પરથી જમીનમાં ખાડો કરવા, પાઇપ લાઇનમાંથી કોઇપણ વ્યક્તિએ પાણી લઇ જવા, પાઇપ લાઇનોમાંથી સીધી રીતે પંપીગ કરી પાણી મેળવવા, મોટર કે મશીન પંપ મુકી પાણી ખેંચવા તથા પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ તેવું કૃત્ય કરવા પર તા. 28 ફેબ્રુઆરી 2019ના 24-00 કલાક સુધી જાહેરનામા દ્વારા પ્રતિબંધ ફરમાવ્યો છે.

નર્મદા પાણીની પાઇપ લાઇનના જાહેરનામામાંથી ઉપરોકત યોજનામાંથી જે શહેર / ગામોને પીવાના પાણીની મુશ્કેલી કે અન્ય કારણે ટેન્કર અગર અન્ય સાધનો દ્વારા સરકાર/ કલેકટર કે કાર્યપાલક ઇજનેર (સિંચાઇ વિભાગ) જામનગર કે સક્ષમ સત્તાધિકારી મંજુરી અપાયેલ હોય તેવા શખ્સો, જાહેર સેવકો અને ટેન્કરો કે વાહનોને આ હુકમ લાગું પડશે નહિં. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંધન બદલ શિક્ષાને પાત્ર થશે.

Related posts

રામ પારાયણના અંતિમ દિવસે વિશાળ સંખ્યામાં શ્રાવકો ઉમટયા

Nawanagar Time

સૌરાષ્ટ્રના દરીયાકાંઠો સાગર સુરક્ષા કવચથી રક્ષીત કરાયો

Nawanagar Time

જામનગરમાં ફરી ઠંડીનો ચમકારો

Nawanagar Time

Leave a Comment