Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર: માત્ર આઠ વર્ષની ઉંમરે કુર્આનનું પઠન કરતી ફેઝીલા

jamnagar-fajilah-who-recited-quran-only-at-the-age-of-eight

જામનગર:-ધર્મ અને લોહીના સંસ્કાર તો રગમાં દોડતા જ હોવાના એ કંઇ બહારથી લાદી કે લાવી ન શકાય હા તેમાં રસ અને  રૂચિ અનુસાર વધઘટ જરૂર થઇ જાય જામનગરના ગુજરાતીવાડમાં રહેતા ડો. ઝાહિદ રાઠોડનું પુત્રી ફેઝીલાએ માત્ર આઠ વર્ષની નાની વયે કુર્આન શરીફ ખતમ કરી ગુજરાતી સમાજનું ગૌરવ વધાર્યુ છે ફેઝીલાને બાળપણથી જ કુરાન શરીફના પઠનની ભારે લગાવ અને રૂચિ તેના માતા પિતા પારખી ગયા અને ખંભાત્રી ફળી પાસે પોતાના ઘરમાં જ મદરેસા ચલાવતા ફાતમાબેન પાસે સાડા છ વર્ષની વયે અભ્યાસ કરી અને ફકત દોઢ વર્ષના સમયમાં કુર્આન શરીફ ખતમ કર્યુ હતું.

કુર્આન શરીફમાં 6666 આયતો છે જે 30 પારામાં તકસીમ કરવામાં આવ્યું છે આ મુકદમ કિતાબમાં દુનિયાની દરેક ચીજનો ઉલ્લેખ તેમજ પરસ્પર હમદર્દી, પ્યાર, ભાઇચારાનો સબક આપે છે કુર્આન પઢનાર અને તેની પર અમલ કરનાર કયારેય ગુમરાહ થતો નથી. હદીષ શરીફમાં છે કે તમારામાંથી બહેતર એ છે કે જે કુર્આન શીખે છે અને કુર્આન શીખવાડે છે હદીષ શરીફના આ વાકયને ફેઝીલાએ યથાર્થમાં સાર્થક કરીને બતાવ્યું છે.

Related posts

સાંસદે વધુ એક જન ઔષધી સ્ટોર ખુલ્લો મૂક્યો, PMનો આભાર વ્યક્ત કર્યો

Nawanagar Time

હાપા યાર્ડમાં ટેકાના ભાવની ખરીદીમાં ભરતીનો વિવાદ

Nawanagar Time

તમાકુના વેપારી પાસેથી દોઢ લાખનો ટેકસ વસૂલાયો

Nawanagar Time

Leave a Comment