Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરમાં ખેડૂત અધિકાર સંમેલન પૂર્વે રાત્રિ બેઠકોનો દૌર

jamnagar-farmer-rights-reserved-for-night-meetings

પંચાયતોને પાવર વિહોણી કરી નખાતાં ખેડૂતો માટે જાયે તો જાયે કહાં જેવી સ્થિતી: જયંતીભાઇ સભાયા

જામનગર:-વર્તમાન સમયમાં પંચાયત પાસે પાવર રહ્યો ન હોવાનું જામનગર ખાતે ખેડૂતોને સંબોધન દરમિયાન અખિલ ભારતીય પંચાયત પરિષદના જયંતીભાઇ સભાયાએ કહ્યું હતું. આગામી તા. 8મીના રોજ યોજાનાર ખેડૂત અધિકાર સંમેલન પહેલા ગામડાઓ અને શહેરમાં ખેડૂતોના પ્રશ્ર્નોને વાંચા આપવાનો પ્રયાસ થઇ રહ્યો છે જેના અનુસંધાને સભાઓ અને ખાટલા પરીષદો યોજાઇ રહી છે. ગઇકાલે ખેડૂતોને સંબોધન દરમયાન જયંતીભાઇ સભાયાએ કહ્યું હતું કે ગ્રામસભાના ઠરાવનું મહત્વ રહેવા દેવાયું નથી. ખેડૂતોના પાકના ભાવ મળતાં નથી. બીજીતરફ પંચાયત પાસે પણ પાવર ન રહ્યો હોવાના કારણે ખેડુતોની સ્થિતી જાયેં તો જાયેં કહાં જેવી થઇ ગઇ છે.

જામનગરના ઠેબા બાયપાસ ચોકડી ખાતે આગામી તા. 8ના રોજ ઇતિહાસ રચાવવા જઇ રહ્યો છે. અખિલ ભારતીય પંચાયત પરિષદના નેજા હેઠળ યોજાનાર ખેડૂત અધિકાર સંમેલન મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડશે. આ માટે અખિલ ભારતિય પંચાયત પરિષદના જયંતીભાઇ સભાયાની રાહબરી હેઠળ 500 જેટલા સ્વયંસેવકો ગામડાઓ ખુંદી રહ્યાં છે. ગામે ગામ સભાઓ યોજાઇ રહી છે. ખેડૂતોનો સંપર્ક થઇ રહ્યો છે. તાજેતરમાં સમાણા, કલ્યાણપુર, જશાપર, લખતર, હરીપર, લતીપર, થોરીયાળી, નવવડલા, પાંચદેવડા, છતર, મોરવાડી, રામપર, જેવા ગામડાઓ તેમજ ખંભાળિયા, જોડીયા અને ધ્રોલ જેવા નાના નગરોમાં સ્વયંસેવકોની મુલાકાત લીધી હતી. જયાંથી ફલીત થયું છે કે, આ ખેડૂત અધિકાર સંમેલન માટે ખેડૂતોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચી ગયો છે.

jamnagar-farmer-rights-reserved-for-night-meetings
jamnagar-farmer-rights-reserved-for-night-meetings

અહીં નોંધનીય છે કે, ખેડૂતો અધિકાર સંમેલનમાં પાટીદાર આગેવાન હાર્દિક પટેલ તેમજ દિગ્ગજ નેતા શત્રુઘ્નસિંહા, યશવંતસિંહ સહીતના આગેવાનો ખેડૂતોને સંબોધશે. ખેડૂતોના પ્રશ્ર્ને તડાફડી બોલાવશે.

Related posts

જામનગર મહાપાલિકાને સર્વાંગી વિકાસ માટે 34 કરોડની ગ્રાન્ટ ફાળવણી

Nawanagar Time

મૉર્નિંગ વૉક માટે તળાવની પાળ અનલૉક

Nawanagar Time

બાલાજીના ચેવડાના પેકેટમાં વજન ઓછુ નીકળતા મંત્રીને ફરિયાદ

Nawanagar Time

Leave a Comment