Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરની પેઢી જીએસટીની ઝપટે

jamnagar-firm-gst-grabbed

નિયમીત પત્રકો રજૂ નહીં કરનાર વેપારીઓ પાસેથી 25.17 કરોડની વસુલાત

જામનગર:-જામનગર જીએસટી વિભાગે માર્ચ માસ નજીક આવતા જ કર વસુલાતની કામગીરી ઝડપી બનાવી અનિયમીત  વિરૂદ્ધ કડક ઉઘરાણી કરવાનું શરૂ કર્યુ છે જે અંતર્ગત જુદી જુદી સાત પેઢીઓને ઝપટે લઇ જીએસટી વિભાગ દ્વારા 25.17ની વસુલાત કરવામાં આવી છે. જાણવા મળતી વિગત મુજબ ગુજરાત ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ કાયદાની જોગવાઇ અન્વયે વેપારીઓએ ખરીદ અને વેચાણના પત્રકો તથા વેરો નિયત કરેલ સમય મર્યાદામાં દરેક માસ પુરી થયા  રજુ કરવાના હોય છે અને તેના આધારે વેરાકીય જવાબદારી અદા કરીને સમય મર્યાદામાં વેરાની ચુકવણી કરવાની રહે છે. પરંતુ છેલ્લા ત્રણ ચાર માસ દરમિયાન કેટલાક વેપારીઓએ તેમના પત્રકો જીએસટીઆર-3બી અને જીએસટીઆર-1 નિયમિત રજુ કરેલ ન હતા જેથી આવા વેપારીઓને પત્રકો અને વેરો ભરાવવાની જવાબદારી અદા કરવા માટે વેપારીઓને ત્યાં  કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આ વેપારીઓ મુખ્યત્વવે સર્વિસ સેકટર, એગ્રો ઇન્ડસ્ટ્રીઝ, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ, ટ્રાન્સપોર્ટેશન, કેમીકલ, કોટન સાથે સંકળાયેલા વેપારીઓ છે. જેમાં નીચે જણાવેલ વેપારીઓ પાસેથી કુલ રૂા.25.17 કરોડની વસુલાત કરવામાં આવેલ છે.

કયાંથી કેટલી વસુલાત

  1. માન ઇન્ડસ્ટ્રીઝ રૂા.22 કરોડ
  2. હાઇટેક એકસ્ટોર્શન એલએલપી રૂા.143 કરોડ
  3. વિમલ  એન્ડ મેટલ પ્રા.લી. રૂા.41.72 લાખ
  4. આર્યા કોટન ઇન્ડ. રૂા.7.6 લાખ
  5. એન.આર. બ્રઓધર મલ્ટીટ્રેડ એલએલપી રૂા.7.1 લાખ
  6. દીપક એસીડ એન્ડ કેમિકલ ઇન્ડ. રૂા.45.56 લાખ
  7. તરંગ એસોસીએટ સર્વિસીઝ રૂા.72 લાખ અને અન્ય બે વેપારીઓમાં વેરાની ચકાસણી કરતા નિયમીત જણાયેલ છે જ્યારે એક વેપારીના કેસમાં ચકાસણીની કાર્યવાહી ચાલુ

Related posts

જામ્યુકો દ્વારા શહેરી વિસ્તારમાં ધન્વંતરી રથ દોડતા કરાયા

Nawanagar Time

દ્વારકામાં કરોડોના કિંમતી કલાત્મક પીલરો ઉપર બૂલડોઝર ફેરવી દેવાયું

Nawanagar Time

જામનગર વધુ 13 રેંકડીઓ, 22 વજનકાંટા જપ્ત

Nawanagar Time

Leave a Comment