Nawanagar Time
જામનગર

જામનગર ચાર દિવસ પહેલા થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો.. 2 આરોપી ઝડપાયા..

Jamnagar four days ago, the murder separation was settled. 2 accused arrested.

જામનગરમાં ચાર દિવસ પહેલા ખારવા સમાજના પૂર્વ પ્રમુખની લૂંટના ઇરાદે થઇ હતી, આ હત્યાનો ભેદ ઉકેલાયો ગયો છે. અને બે હત્યારાઓ ઝડપાઇ ગયા છે, હત્યારાઓએ વિધિ કરવાના બહાને નદીના પટ પાસે લઈ જઈ ગળા ટુંપો આપી, છરીના
બે ઘા મારી, પથ્થરથી માથું છૂંદી લાશને પેટ્રોલથી સળગાવી નાસી છૂટ્યા હતા.

4-12-18 ની મધ્ય રાત્રીએ ખારવા સમાજના પૂર્વ પ્રમુખ હરેશ તરિયાવાળાના હત્યા કરી દેવાઈ હતી, અને 4 તારીખની સાંજે હત્યા કરી દેવાયેલી લાશ પાઇપમાંથી મળી આવી હતી. હરેશ એના શરીર ઉપર સોનાના દાગીના પહેરવાનો શોખીન હતો, ત્યારે હત્યારાઓ નજરમાં આવી ગયો હતો, હત્યારાઓ સાત દિવસથી લૂંટના ફિરાકમાં હતા, હરેશ ભુવા વિધિ કરતો હતો, એટલે વિધિના બહાને અવાવરું જગ્યાએ વિધિના બહાને હત્યારાઓ લઈ ગયા અને પહેલા તો પટ્ટાથી હરેશની ગળું દબાવી દીધું અને છરીના બે ઘા ઝીક્યાં પછી પથ્થર અને પાઇપ મારવામાં આવ્યા હતા, હત્યારાઓને ખાતરી થઇ ગઈ કે હરેશ મૃતયુ પામ્યો છે, એટલે બાઈક લઈને પેટ્રોલ પંપે ગયા અને કેનમાંથી પેટ્રોલ લીધું, અને લાશને સળગાવી દીધી, સળગાવતા પહેલા હરેશના શરીર ઉપર પહેરેલા દાગીના, રોકડ, મોબાઈલ ફોનની કરી લૂંટ કરી હતી.

હરેશે ગળામાં પહેરેલું એક લોકેટ રહી ગયું, એમાંથી પોલીસ હત્યારા સુધી પહોંચવામાં સફળતા મળી. વધુ વિગત હત્યારાઓને રિમાંડ ઉપર લેવામાં આવશે,

Related posts

હાઈકોર્ટના આદેશનો ઉલાળીયો, વિવાદીત દીવાલનું કામ યથાવત

Nawanagar Time

જામનગર જિલ્લામાં જમીન મહેસુલ અને શિક્ષણ ઉપકરની 17 કરોડની ઉઘરાણી બાકી

Nawanagar Time

20 હજારના તોડની રકમ પોલીસ વેપારીને પરત આપી ગયો!

Nawanagar Time

Leave a Comment