Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગરને મળશે ત્રીજું સ્મશાન

jamnagar-gets-third-cemetery

રણજીતસાગર રોડ ઉપર નવું સ્મશાન બનશે

જામનગર:-જામનગર લાલપુર રોડ ઉપર સ્મશાન બનાવવા માટેની નાગરિકોની રજૂઆતને ધ્યાને લઈને સરકારે લાલપુર ચોકડી પાસે રણજીતસાગર રોડ ઉપર નવું સ્મશાન બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વિધાનસભાની ચૂંટણી સમયે જામનગરમાં ત્રીજું સ્મશાન બનવાની નાગરિકોને ખાતરી અપાઈ હતી, જોકે ગઈ કાલે કમિશનરે રજૂ કરેલા વર્ષ 2019-20ના બજેટમાં સત્તાવાર રીતે રણજીતસાગર રોડ ઉપર નવું સ્મશાન બનાવવાનો નિર્ણય કરાયો છે.

અગાઉ જામનગરમાં લાલપુર ચોકડી પાસે સર્વે નં 964 સરકારી ખરાબમાં સ્મશાન બનાવવામાં મંજુર કરાયું હતું. એ જગ્યાએ સ્મશાન મંજુર થતાં લોકોમાં હર્ષની લાગણી વ્યાપી હતી. પરંતુ આ જગ્યાએ સરકારી ખરાબાની જમીનને પોતાના જમીનમા ભળી જાય અને સ્મશાન વાળી જમીન સર્વે નં 964 નદીમાં ધોવા ગયેલી છે, તે બહાને નદીમાં પુરાણ કરી દેવાયું છે.

આ જગ્યાએ સ્મશાન મંજુર થઇ ગયું છે, મુખ્યમંત્રીએ ગ્રાન્ટ પણ ફાળવી છે. હાલ કેટલાક બિલ્ડરોએ દબાણ કર્યું છે. રંગમતી નદીની કાંઠે બે પુલની વચ્ચેના ભાગે અંદાજે 7.5 વીઘા સરકારી ખરાબો આવેલો છે, સમાણા જતાં બેઠો પુલમાં વરસાદનું પાણી આવી જાય ત્યારે બેઠા પુલથી લાલપુર ચોકડી પાસે એક હયાત રસ્તો મોજુદ હતો, આ સરકારી ખરાબમાં સ્મશાન બનવાનું છે,

સ્મશાન માટેની જગ્યા ફાયનલ કરી છે, કલેકટર પાસે એની દરખાસ્ત મોકલી છે, મંજૂરી આવ્યે ગ્રાન્ટમાંથી સ્મશાન બનાવીશું, એવું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, જામનગરનો વસતિ વ્યાપ દિવસે-દિવસે વધી રહ્યો છે અને ખાસ કરીને રણજીત સાગર રોડનું ડેવલોપમેન્ટ પુરપાટ ગતિએ આગળ ધપી રહ્યું હોય, હાલમાં આ વિસ્તારમાં મોટી માનવ વસાહત ઊભી થઈ ચૂકી છે. આવા સંજોગોમાં લોકોને અંતિમક્રિયા માટે છેક જૂના સ્મશાન (સોનાપુરી) સુધી જવું પડતું હોય, મહાનગર પાલિકા દ્વારા નવા વિસ્તાર માટે રણજીત સાગર રોડ ઉપર નવું સ્મશાન બનાવવા માટેની ગતીવિધિ તેજ કરવામાં આવી છે.

Related posts

કલ્યાણપુર-ભાટીયા વિસ્તાર રોગોના ભરડામાં, આરોગ્ય તંત્ર ઉંઘમા

Nawanagar Time

શિક્ષણના વ્યાપારીકરણ મામલે સરકાર સામે બાંયો ચડાવતું એબીવીપી

Nawanagar Time

નવાધુણિયા ગામે જૂથ અથડામણ

Nawanagar Time

Leave a Comment