Nawanagar Time
ગુજરાત જામનગર

જામનગર જીઆઇડીસી એલઆરસી કેસ પેટે વધારાનું ઉઘરાણું બંધ નહિં કરે તો ઉદ્યોગકારોનું જલદ આંદોલન

jamnagar-gidcs-lrc-case-will-not-stop-the-extra-collection

જામનગર જીઆઇડીસી વસાહત ફેસ-3ના ઉદ્યોગકારો પરના ભારણ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત

જામનગર:-જામનગર જીઆઇડીસી ઔદ્યોગિક વસાહત ફેસ-3ના ઉદ્યોગકારો પર એલઆરસી પેટેનું વધારાનું ભારણ નાખવામાં આવતાં ઉદ્યોગોનો શ્ર્વાસ રૂંધાયો છે. આ મનઘડત નિર્ણય રદ્દ નહિં કરવામાં આવે તો જામનગર જીઆઇડીસીના ઉદ્યોગકારો જલદ આંદોલન કરશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.

વિગતો મુજબ જીઆઇડીસી  વર્ષ 2004-05માં એલોટમેન્ટ કરાયેલું તે સમયે ઉદ્યોગકારો પાસેથી એલઆરસી કેસ પેટે રૂા.500 પ્રતિ ચો.મી. ડિપોઝીટ પેટે ઉઘરાવાયા હતાં ત્યાર બાદ સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ પ્રતિ ચો.મી. રૂા.390 ચુકવવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ઉધોગકારોને પક્ષકાર બનાવેલ નથી તેમજ ડિપોઝીટ રૂા.500 જે વર્ષ 2005માં વસુલ કરેલ છે તેનું ઉધોગકારોને વ્યાજ  આપતું નથી આમ, જીઆઇડીસી દ્વારા મનઘડત અને અન્યાયી રીતે ઉધોગકારોને પ્રતિ ચો.મી. રૂા.1645 વસુલ કરવાની નોટીસો આપે છે જે ખુબ જ અન્યાયી છે. તેવી રજૂઆત કરાઇ છે. છતાં પણ ઉદ્યોગકારનોે ન્યાય અપાયો નથી.

અધૂરામાં પુરૂ જીઆઇડીસી દ્વારા ઉધોગકારોને વાર્ષિક 15 ટકા વ્યાજ સાથે વસુલાતની નોટીસો ફટકારેલ છે આ બાબતે  વૈશ્ર્વિક મંદીના માહોલમાં તેમજ આ અન્યાયી ભારણ સામે ઉધોગકારો નાછૂટકે ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવા મજબુર બનશે તેવી ચિમકી ઉચ્ચારાઇ છે.

Related posts

જિલ્લા પંચાયત સિંચાઈના નાયબ ઈજનેરની ગોધરા બદલી થતાં કરોડોના કામો ઠપ્પ

Nawanagar Time

નંદનવન પાર્કમાં નંદઘર ગૌશાળા-કમ-ભંગારવાડામાં ફેરવાયું

Nawanagar Time

રાજકોટમાં એઈમ્સના ભૂમિ પૂજનની તૈયારીઓ શરૂ, પીએમ આવશે ગુજરાતમાં

Nawanagar Time

Leave a Comment