Nawanagar Time
જામનગર

જામનગરમાં સગીરા પર દુષ્કર્મ, સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય આચરવાના ગુન્હામાં આરોપીને કેદ..

jail in jamnagar

જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ત્રણ વર્ષ પહેલા એક શખ્સે પોતાની જ કૌટુંબિક બહેનને અવારનવાર પાણી આપવાના બહાને બોલાવી એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજાર્યું હતું. ઉપરાંત તે સગીરા પર સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું જેની પોલીસમાં ફરિયાદ થયા પછી અદાલતે આજે આરોપીને જુદા જુદા છ ગુન્હામાં કુલ દસ વર્ષની કેદ તથા રૃા.અડધા લાખથી વધુનો દંડ ફટકાર્યા છે.

જામનગરના ગ્રેઈન માર્કેટ નજીકના વિસ્તારમાં રહેતા યાસીન હુસેનભાઈ શેખ નામના શખ્સે વર્ષ ૨૦૧૫માં પોતાના જ કૌટુંબિકની સગીર વયની એક પુત્રીને પાણી આપવાના બહાને ઓરડામાં બોલાવી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. અવારનવાર આવી રીતે મ્હોં કાળું કરતા શખ્સે તે તરૃણી સાથે સૃષ્ટિ વિરૃદ્ધનું કૃત્ય પણ આચર્યું હતું અને તે સગીરાને કોઈને કહીશ તો તને પતાવી દઈશ તેવી ધમકી પણ આપી હતી.

આ શખ્સનું કૃત્ય રોજિંદું બનતા કંટાળી ગયેલી અને હેબતાયેલી સગીરાએ પોતાના પરિવારને જાણ કર્યા પછી સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હા રજી. નં.૮૪/૨૦૧૫ હેઠળ ગુન્હાની નોંધ કરી યાસીન શેખ સામે આઈપીસી ૩૭૬, ૩૭૭, ૩૪૨, ૩૨૩, ૫૦૬ (ર) તેમજ પોક્સો એક્ટની કલમ ૩ (એ), ૪, પ હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી હતી અને અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.

ઉપરોક્ત કેસ જામનગરની પોકસો અદાલત સમક્ષ ચાલવા પર આવતા સરકાર પક્ષે કુલ ચોવીસ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવા ઉપરાંત દસ સાક્ષીઓને તપાસ્યા હતા તે પછી બન્ને પક્ષો દ્વારા રજૂ થયેલી દલીલો સાંભળી અદાલતે આરોપી યાસીન હુસેન શેખને તકસીરવાન ઠરાવી આઈપીસી ૩૭૭ના ગુન્હામાં ત્રણ વર્ષની કેદ તથા રૃા.પ લાખનો દંડ, આઈપીસી ૩૪૨ના ગુન્હામાં એક વર્ષની કેદ અને રૃા.૧ હજારનો દંડ, આઈપીસી ૩૨૩ના ગુન્હામાં છ મહિનાની કેદ તથા રૃા.૧ હજારનો દંડ, ૫૦૬ (ર) ના ગુન્હામાં એક વર્ષની કેદ તથા રૃા.૧ હજારનો દંડ તેમજ પોક્સો એક્ટની કલમ ૩ ના ગુન્હામાં દસ વર્ષની કેદ તથા રૃા.૨૫ હજારનો દંડ, પોકસો એક્ટની કલમ ૪ ના ગુન્હામાં સાત વર્ષની કેદ અને રૃા.રપ હજારનો દંડ ફટકાર્યા છે. સરકાર પક્ષ તરફથી પીપી ધવલ બી. વજાણી તથા તેમની મદદમાં એચ.એમ. ભટ્ટ રોકાયા હતા.

Related posts

ક્યાંથી ભણે ગુજરાત? ધો.1થી 8ના પુસ્તકો જ નથી પહોંચ્યા

Nawanagar Time

નથુવડલામાં બેફામ ભ્રષ્ટાચાર, સરપંચને પદભ્રષ્ટ કરવા માંગણી

Nawanagar Time

જામનગરમાં મહાપાલિકાની તવાઈ: ટ્યુશનના હાટડાં બંધ

Nawanagar Time

Leave a Comment