Nawanagar Time
ગુજરાત જામનગર

દેશના 300 ભયજનક શહેરોમાં જામનગરનો સમાવેશ

jamnagar-is-included-in-the-300-cities-of-the-country

ગુજરાતમાં સુરત અને જામનગર શહેર ઉદ્યોગને જોખમી હોવાનું નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠકમાં જાહેર કરાયું

જામનગર:-દેશના 300 ભયજનક શહેરોની યાદીમાં જામનગર શહેરનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટની આઈ.એ.એસ. અધિકારીની બેઠકમાં ગુજરાતના જામનગર અને સુરત એમ બે શહેરોને ભયજનક જાહેર કર્યા હોવાનું બહાર આવ્યું છે. નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ આ બેઠકમાં જામનગર  સુરતના કલેકટર હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભયજનક શહેરોની યાદીમાં સમાવેશ જામનગરમાં કોઇપણ દુર્ઘટના ઘટે તો તેને પહોંચી વળવા એકશન પ્લાન પણ બનાવવામાં આવ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ કુદરતી, કૃત્રિમ કે અકસ્માતના કારણે આવનારી આફતો ધરાવતા દેશના 300 શહેરોમાં જામનગરની પણ ગણતરી કરવામાં આવી છે. જામનગર શહેરના નજીક  રિલાયન્સ રિફાઇનરી, નયારા રિફાઇનરી સહિતના ઔધોગિક એકમોમાં ગેસ સહિતના જવલનશીલ ઉત્પાદનોને કારણે તેમજ પેટ્રોલીયમ પેદાશના પરિવહનને કારણે જામનગર જોખમી શહેરોની યાદીમાં સમાવિષ્ટ થયું છે. આ ઉપરાંત સુરત જિલ્લામાં હજીરા જેવા ઔદ્યોગીક એકમ તેમજ  અણુમાલા ખાતે કાર્યરત અણુ ઉર્જા મથક, નેશનલ હાઈવે નંબર-8 ઉપર અમદાવાદ- મુંબઈ- દિલ્હી વચ્ચે ચાલતા ટ્રાન્સ-ર્પોટેશનમાં  થતા ઉત્પાદનો તાપીમાં દર ચાર વર્ષે આવતું પુર, દરિયા કાંઠાની સહિતની સમસ્યાઓને સાંકળીને સુરતનો ભયજનક શહેર તરીકે સમાવેશ કરાયો છે. સુરતનો ભૌગોલિક પરિસ્થિતિને પણ ધ્યાને લેવામાં આવી છે. સુરતના હજીરાપટ્ટામાં આવેલા મહાકાય ઓ.એન.જી.સી., ગેઈલ, સેલ, રીલાયન્સ સહિતના એકમોને કારણે ગમે ત્યારે કુદરતી કે કૃત્રિમ હોનારત સર્જાઈ શકે હજીરાના દરિયા  કારણે ગમે ત્યારે તોફાનો આવી શકે તથા દરિયાઈ સવારી વધવાના કારણે કાંઠાના ગામોમાં મુશ્કેલી સર્જાઈ શકે તેમ છે. નેશનલ હાઈવે આંઠ પર મુંબઈ-અમદાવાદ વચ્ચેના વાહન વ્યવહારમાં ગેસ, પેટ્રોલ, કેમીકલ સહિતનું ટ્રાન્સર્પોટેશન પણ હોનારતનું કારણ બની શકે તેમ છે. જ્યારે જિલ્લાના કાકરાપાર ખાતે અણુ ઉર્જા એકમમાં કુદરતી કે માનવ સર્જીત  શક્યતાઓ બેઠકમાં દર્શાવાઈ હતી. સુરતની ભૌગોલિક પરિસ્થિતિ સાથે જામનગર પણ સામ્યતા ધરા છે. જામનગરનો દરિયા કાંઠો, રીલાયન્સનું પેટ્રો કેમીકલ એકમ સહિતના મુદ્દાઓને જોતા જામનગરને પણ ભયજનક શહેરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ સુરત અને જામનગરમાં કુદરતી કે કૃત્રિમ આપત્તિ સમયે જિલ્લા વહીવટી તંત્ર આપાતકાલિન સમસ્યાને પહોંચી  તે માટેનું આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. કુદરતી કે કૃત્રિમ આપત્તિને પહોંચી વળવા જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને કમિટીની રચના કરવામાં આવી છે.

કમિટીમાં પર્યાવરણના તજજ્ઞો, ડીઝાસ્ટર મેનેજમેન્ટના જાણકારો, પ્રોફેસરો, એન.જી.ઓ., મહાપાલિકા અને અણુ ઉર્જાના નિષ્ણાંતો જાનહાનિ અને મિલકતના નુકસાનને તત્કાલીન અટકાવવાની કામગીરી કરવા સાથે તેના અભ્યાસો કરાવવાની કામગીરી  પૂર, આગ, ભૂકંપ કે ઉદ્યોગોમાં આકસ્મિક ઘટના સંદર્ભે કોઈપણ પ્રકારની કામગીરીને પહોંચી વળવા તૈયાર રહે એ માટેનો એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંગે ઇગ્નો (ઈન્દિરા ગાંધી આપાતકાલીન તાલીમ સંસ્થા) દ્વારા તાલીમ સાથે તેના ઉપાયો આપશે. તત્કાલીન કામગીરી માટેની જરૂરિયાત અને આધુનિક ઉપકરણો ચલાવવાનું પણ ઈગ્નો દ્વારા કામ  આવનાર હોવાથી સુરતીઓએ ચિંતા કરવાનું કોઈ કારણ નથી.

Related posts

ફાયરિંગ પગલે ક્લેક્ટર ચોંક્યા, હથિયાર પરવાના પર બ્રેક

Nawanagar Time

15મી ઓગસ્ટે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના

Nawanagar Time

ઉજ્જવલા યોજનાના બાટલા કરતાં લાકડાનાં ચૂલા સસ્તા !

Nawanagar Time

Leave a Comment